Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચના પી.આઇ. તરીકે વિજય ઓડેદરાની નિમણુંક કરાઇ

અગાઉ મોરબી, રાજકોટ સીટી અને ભાવનગરમાં ફરજ દરમિયાન અનેક ગુન્‍હાઓનો ભેદ ઉકેલ્‍યો'તો

રાજકોટ, તા., ૯:  રાજકોટ રૂરલમાં હાજર થયેલ  પોલીસ ઇન્‍સ્‍પેકટર વિજય વી. ઓડેદરાને રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચમાં નિયુકતી અપાઇ છે.

તાજેતરમાં પોલીસ ઇન્‍સ્‍પેકટરની બદલીઓમાં ભાવનગરથી રાજકોટ રૂરલમાં મુકાયેલ પોલીસ ઇન્‍સ્‍પેકટર વિજય વી.ઓડેદરાને રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડે રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચમાં નિમણુંક કરી છે. વી.વી.ઓડેદરા પીએસઆઇ તરીકે પોલીસ ખાતામાં નિમણુંક પામ્‍યા બાદ સાબરકાંઠા, અમદાવાદ સીટી, ડીજી વિજીલન્‍સ સ્‍કવોડ તથા રાજકોટ રૂરલમાં પ્રસંસનીય ફરજ બજાવી હતી.

પીઆઇનું પ્રમોશન મળ્‍યા બાદ  વી.વી.ઓડેદરાની મોરબી જીલ્લામાં બદલી થતા મોરબી એસઓજીમાં નિયુકતી અપાઇ હતી અને ત્‍યાંથી સુરત સીટી-રાજકોટમાં એ ડીવીઝન અને ગાંધીગ્રામ પોલીસ મથક તેમજ ભાવનગરમાં એલસીબી પીઆઇ તરીકેની ફરજ દરમિયાન અનેક વણઉકેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલ્‍યો હતો.

(3:04 pm IST)