Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રાજકોટ લોહાણા મહાજન દ્વારા શ્રી રામકથાનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન

અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રા સાથે મહાજન અગ્રણીઓએ મિટીંગ કરી માર્ગદર્શન, સહયોગ, સૂચનો અને અભિપ્રાય મેળવ્‍યા : કોર્પોરેટ ટચ સાથે યોજાનાર શ્રી રામકથામાં ર૧ મે થી ર૯ મે, ર૦રર દરમ્‍યાન ‘શ્રીરામનગરી' ચૌધરી હાઇસ્‍કુલ ખાતે હજ્‍જારો લોકો ભકિતરસમાં તરબોળ થશેઃ દિવસના અંતે કથાવિરામ બાદ દરરોજ પ્રસાદની વ્‍યવસ્‍થાઃ કથા મંડપમાં દરેક ભકતને મિનરલ વોટરની બોટલ અપાશે : હંમેશા સહૃદય અને અમૂલ્‍ય સહકાર આપનાર અકિલાના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાને શ્રી રામકથાનું ભાવભર્યુ આમંત્રણ પાઠવતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને ટ્રસ્‍ટીગણ : મુખ્‍ય યજમાન તરીકે રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સ્‍વ.શ્રી જયંતિલાલ ગોવિંદજી કુંડલીયાના પરિવારજનો પૂણ્‍યનું ભાથું બાંધશે : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમાજશ્રેષ્‍ઠીઓ શ્રી રામકથાને સફળ બનાવવા સતત કાર્યરત : તમામ ઉત્‍સવો ધામધૂમથી ઉજ્‍વાશેઃ શ્રી રામકથા માટે દાતાઓએ રીતસર દાનનો ધોધ વરસાવ્‍યો : મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી રામકથાનું આયોજન : મુખ્‍ય વકતા તરીકે આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નામના ધરાવનાર મુંબઇ શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા શ્રી રામકથાનું રસપાન કરાવશે

તસ્‍વીરમાં અકિલાના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મિટીંગ કરીને શ્રી રામકથાના અલૌકિક આયોજન સંદર્ભે શ્રી કિરીટભાઇ ગણાત્રાનું માર્ગદર્શન મેળવીને શ્રી રામકથાની કંકોત્રી સાથે ભાવભર્યુ આમંત્રણ પાઠવતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રી ડો. હિમાંશુભાઇ ઠકકર, ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, રાજકોટ લોહાણા મહાજનના બંધારણીય સલાહકાર, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરષોતભાઇ પીપરીયા, રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી નવનભાઇ ઠકકર, મહાજનના ટ્રસ્‍ટીઓ કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, ડો. પરાગભાઇ દેવાણી, તુષારભાઇ ગોકાણી, મનિષભાઇ ખખ્‍ખર, જતીનભાઇ કારીયા, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા, દિપકભાઇ પોપટ, જયશ્રીબેન સેજપાલ, અલ્‍પાબેન બરછા, રંજનબેન પોપટ, વિધિબેન જટાણીયા વિગેરે નજરે પડે છે. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂ તથા તેમની સમગ્ર ટીમને મીઠુ મોઢું કરાવીને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્‍યા હતાં. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૯ : સમગ્ર વિશ્વમાં સૌથી મોટું લોહાણા મહાજન ગણતા રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા.ર૧ મે થી ર૯ મે, ર૦રર દરમ્‍યાન ‘શ્રી રામનગરી' ચૌધરી હાઇસ્‍કુલ, રાજકોટ ખાતે શ્રી રામકથાનું અતિ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં મુખ્‍ય વકતા તરીકે આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા(મુંબઇ) વ્‍યાસાસને બિરાજશે અને ભાવિકોને શ્રી રામકથાનું રસપાન કરાવશે.
શ્રી રામકથાની કંકોત્રી સાથે આજરોજ અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાને ભાવભર્યુ આમંત્રણ પાઠવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને અન્‍ય ટ્રસ્‍ટીઓ અકિલા કાર્યાલયે પધાર્યા હતા. સમગ્ર સમાજને હરહંમેશ સマદય અને અમૂલ્‍ય સહકાર આપનાર લોહાણા જ્ઞતિના શુભંચિતક અને રાજકોટ લોહાણા મહાજનના પથદર્શક શ્રી કિરીટભાઇ ગણાત્રાને રાજકોટ લોહાણા મહાજનના તમામ હોદ્દેદારોએ આગ્રહભર્યુ-મધમીઠું આમંત્રણ પાઠવ્‍યું હતું.
ભવ્‍યાતિભવ્‍ય  શ્રી રામકથાની અકિલા કાર્યાલય ખાતે વિગતો આપતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્‍યું હતું કે રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી રામકથાનું આયોજન થઇ રહ્યું છે અને તે પણ કોર્પોરેટ ટચ સાથે. શ્રી રામકથાના નવ દિવસ દરમ્‍યાન ‘શ્રી રામનગરી' ચૌધરી હાઇસ્‍કુલ મેદાન રાજકોટ ખાતે હજ્‍જારો લોકો ભકિતરસમાં તરબોળ થશે અને દરરોજ દિવસના અંતે કથા વિરામ બાદ આકર્ષક મેનુ સાથે પ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છ.ે કથાનો સમય સાંજે ૪.૩૦ થી ૮.૩૦ સુધીનો હોય, આવનાર દરેક ભકતને કથામંડપમાં પીવા માટે પ૦૦ એમ.એલ.ની મિનરલ વોટરની એક બોટલ પણ આપવામાં આવનાર હોવાનું રાજુભાઇ પોબારૂએ જણાવ્‍યું હતું.
ઉપરાંત કથા પ્રારંભ-પોથી યાત્રાથી લઇ દરરોજ તમામ ઉત્‍સવો શ્રી રામ જન્‍મોત્‍સવ, સીતા-રામ વિવાહ, વનગમન, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શ્રી હનુમાન પ્રાગટય, સુંદરકાંડ-રામેશ્વર પૂજન, શ્રી રામ રાજયાભિષેક - કથા વિરામ વિગેરે ખૂબ ધામધૂમથી ઉજવવાનું નકકી કર્યુ હોવાનું મહાજન પ્રમુખે જણાવ્‍યું હતું. ઐતિહાસિક શ્રી રામકથા માટે દાતાઓએ પણ એક યા બીજી રીતે દાનનો રીતસર ધોધ વરસાવ્‍યો હોવાનું અને જે સતત ચાલુ જ હોવાનું શ્રી રાજુભાઇ પોબારૂ તથા ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યું હતું.
શ્રી રામકથાના મુખ્‍ય યજમાન તરીકે લોહાણા મહાપરીષદ અને રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ, દાનવીર અને દીર્ઘદૃષ્‍ટા સ્‍વ. શ્રી જયંતિલાલ ગોવિંદજી કુંડલીયા, સ્‍વ. શ્રી જસવંતીબેન કુંડલીયા તથા સ્‍વ. મીનાબેન કુંડલીયાના પરિવારજનો પવિત્ર વાતાવરણમાં પૂણ્‍યનું ભાથું બાંધશે.
ઐતિહાસિક મહત્‍વ ધરાવતી શ્રી રામકથાના સૂચારૂં અને સચોટ આયોજન માટે રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો અને મહાજનના બંધારણીય સલાહકારો આર. સી. સી. બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ  પીપરીયા, મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠકકર, ઓડીટર શ્રી ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, શ્‍યામલભાઇ સોનપાલ, મનિષભાઇ ખખ્‍ખર, તુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારિયા, દિનેશભાઇ ગોળવાળા, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો. આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, પ્રદિપભાઇ સચદે, યોગેશભાઇ જસાણી, ધવલભાઇ કારીયા, વિધિબેન જટાણીયા, રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી નવીનભાઇ ઠકકર, પીઢ લોહાણા અગ્રણીઓ શ્રી એ. ડી. રૂપારેલ અને શ્રી હીરાભાઇ માણેક વિગેરે અગ્રણીઓએ અકિલાના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાને મળીને મિટીંગ કરી હતી. જેમાં અધ્‍યક્ષ સ્‍થાનેથી આદરણીય શ્રી કિરીટભાઇ ગણાત્રાએ માર્ગદર્શન સાથે ઉપયોગી સૂચનો આપ્‍યા હતાં. જે તમામ સૂચનો હાજર રહેલ  લોહાણા અગ્રણીઓએ એક જ અવાજે સ્‍વીકારીને સહર્ષ વધાવી લીધા હતાં અને શ્રી રામકથાના અલૌકિક આયોજનને સફળ બનાવવા ખાતરી આપી હતી.
 અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાને શ્રી રામકથાનું ભાવભર્યુ આમંત્રણ પાઠવવા માટે અકિલા કાર્યાલયે આજરોજ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રીશ્રીઓ શ્રીમતિ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠકકર, ઓડીટર શ્રી ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, શ્રી કિશોરભાઇ કોટક, શ્રી હિરેનભાઇ ખખ્‍ખર, રંજનબેન પોપટ, જયશ્રીબેન સેજપાલ વિગેરે જોડાયા હતા.

 

 

શ્રી રામકથામાં મુખ્‍ય વકતા તરીકે પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા વ્‍યાસાસને બિરાજશે
સતત નવ દિવસ સુધી યોજાનાર ઐતિહાસિક શ્રી રામકથામાં મુખ્‍ય વકતા તરીકે આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા (મુંબઇ) વ્‍યવસાસને બિરાજશે અને દરરોજ હજજારો ભકતોને ભકિતરસમાં તરબોળ કરશે. પૂજય શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના પવિત્ર શબ્‍દોને શ્રી રામકથાના રૂપમાં માણવા તે પણ એક લ્‍હાવો છે. પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના મુખેથી વાંચન થયેલ શબ્‍દોથી કુદરતી રીતે એક અલૌકિક અને પવિત્ર વાતાવરણનું નિર્માણ થતું હોવાનું દેશ-વિદેશના ભકતો કહી રહ્યા છે.

(2:56 pm IST)