Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

વોર્ડ નં. ૧૪ના વિવિધ વિસ્‍તાર પેવિંગ બ્‍લોકથી મઢાશે : ખાતમુહૂર્ત

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૪માં આવેલ વિસ્‍તારᅠઆનંદનગર મેઈનરોડ બગીચાની સામેᅠતથાᅠશેઠ હાઈસ્‍કુલ વ્‍યાયામ શાળાગ્રાઉન્‍ડમાં પેવીંગ બ્‍લોક નાંખવાની કામગીરીનું ખાતમુહૂર્ત વોર્ડ નં.-૧૪ તમામ કોર્પોરેટરશ્રીઓના વરદ્દ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.  આ પ્રસંગે શહેર ભાજપ મંત્રી જયોત્‍સનાબેન હળવદીયા તેમજ વોર્ડ નં.૧૪ કોર્પોરેટર નિલેશભાઈ જલુ, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, હાઉસીંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ અને કલીરીયન્‍સ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરા,ᅠકોર્પોરેટર ભારતીબેન મકવાણા, વોર્ડ નં.૧૪ના પ્રમુખ હરિભાઈ રાતડીયા, મહામંત્રી નરેન્‍દ્રભાઈ કુબાવત, વિપુલ માખેલા, શિક્ષણ સમિતિ સભ્‍ય કિશોરભાઈ પરમાર, બુથના વાલી મનુભાઈ જોબનપુત્રા, જયવીરસિંહ પરમાર, આશિષ ગોહિલ, માણસુરભાઈ વાળા, વિજયભાઈ કારીયા, ગિરીશભાઈ પોપટ, હિનાબેન પટેલ, રાજેશ્વરીબેન પાટડીયા, વૈશાલીબેન મહેતા, આશિષભાઈ ટાંક, રમણીકભાઈ ટાંક, રાજુભાઈ ભટ્ટ, ઉમેશભાઈ રાણપરા, રાજુભાઈ સંઘાણી, આશિષભાઈ ગોહેલ, પુરસોતમભાઈ પરમાર, કિરીટભાઈ મહેતા, પ્રકાશભાઈ ગાંગાણી, સમીર મહેતા, કિરીટભાઈ માહિયા તેમજ લતાવાસીયો કુસુમબેન, મીનાબેન, રસીલાબેન, ભારતીબેન, ગીતાબેન, લતાબેન, જયશ્રીબેન, સુમિતાબેન, રશ્‍મિતાબેન, જયાબેન, પારુલબેન, મિતલબેન, ધર્મિષ્ઠાબેન, હિનાબેન વિગેરે ઉપસ્‍થિત રહેલ હતા.

(2:55 pm IST)