Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ઇદુલ ફિત્રની શાનદાર ઉજવણી

રાજકોટ શહેરમાં છેલ્લા બે-વર્ષથી ઇદગાહ મસ્‍જીદમાં કોરોનાની મહામારીના કારણે નમાઝ અદા થતી ન હતી. આ વર્ષે માહે રમઝાનᅠᅠમુબારકની નમાઝ માટેના દ્વાર ખુલતા ઇદગાહ મસ્‍જીદમાં  નમાઝ  અદા થતાં મુસ્‍લીમ બિરાદરોમાં  ખુશીનો માહોલ સાથે ઇદની ઉજવણી કરી હતી.        

રાજકોટ શહેર કોમી એકતા અને ભાઇચારાનું પ્રતિક છે. એટલે જ અહીયાં સર્વ ધર્મના તહવારો ભાઇચારા સાથે હળીમળીને  ઉજવાઇ છે.

ઇદની ઉજવણીમાં નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ શ્રી સુધીરકુમાર દેસાઇ, એ.સી.પી.ક્રાઇમ બ્રાન્‍ચંના શ્રી.ડી.વી.બસીયા, એ.સી.પી. પી.કે.દીયોરા,  ક્રાઇમ બ્રાન્‍ચના  પી.આઇ.શ્રી જે.વી. ઝાલા, મહિલા પી.આઇ.કે.જે મકવાણા, પી.આઇ.શ્રી જે.ડી.ઝાલા, પ્ર-નગરના પી.આઇ.શ્રી એમ.એ.ઝણકાત, પી.એસ.આઇ.શ્રી કે.ડી.પટેલ, શ્રી કે.સી.રાણા વિગેરેએ ઇદની શુભેચ્‍છાઓ પાઠવેલ હતી. આ પ્રસંગે મુસ્‍લીમ આગેવાનોએ અધિકારીઓનું ફુલહારથી સન્‍માન કરવામાં આવેલ હતું

આ પ્રસંગે સદર જુમા મસ્‍જીદના પેશઇમામ સાહેબ અકરમબાબુ, સદર જુમા મસ્‍જીદના પ્રમુખ રફીકભાઇ દલવાણી, ઉપપ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા, મંત્રી સાજીદભાઇખોખર, ટ્રસ્‍ટીઓ સૈયદ રફીકબાપુ બુખારી, ઇરફાનભાઇ ઠેબા, મુરાદભાઇ દલવાણી, હાજી કાસમભાઇ લાખા, યુસુફભાઇ મકરાણી, અજીતભાઇ જુણેજા, યાઁસીનભાઇ શેખ, મોસીનબાપુ  કાદરી, ડો.અબ્‍દુલભાઇ બેલીમ, ઇસ્‍માઇલભાઇ બેલીમ, હિન્‍દુભાઇઓ પરેશભાઇ વોરા, યશવંતભાઇ મહેતા, નરેશભાઇ મકવાણા, અરવિંદભાઇ મણીયાર, નટુભાબાપુ ઝાલા, કિશોરભાઇ વાળા, જયસુખભાઇ ગોસ્‍વામી, ચંદ્રેશભાઇ રાચ્‍છ, વિનુભાઇ કેશરીયા, રવિભાઇ સોઢા, બકુલભાઇ પીઠડીયા, લાલાભાઇ ચાવડા, દર્શનભાઇ બ્રહ્મક્ષત્રિય, યોગેશભાઇ મહેતા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

તેમ સદર જુમા મસ્‍જીદના પ્રમુખ રફીકભાઇ દલવાણી, ઇરફાનભાઇ ઠેબા, હાજીકાસમભાઇ લાખાની સંયુકત યાદી જણાવે છે.

(3:11 pm IST)