Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

મેડીકલ કોલેજના ૬૦ છાત્રને સાયબર અવેરનેસની પોલીસ દ્વારા તાલીમ અપાઇ

રાજકોટઃ શહેરની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને સાયબર અવેર્નેસ બાબતે જાગૃતતા આવે તે માટે ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી સાઇબર ક્રાઇમના એસ.પી.વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ ત્રંબા પાસે આવેલી મુરલીધર આયુર્વે મેડીકલ કોલેજ ખાતે સેમીનાર યોજવામાં આવ્‍યો હતો. જેમાં મેડીકલ કોલેજના ૬૦ જેટલા વિદ્યાર્થીઓને સાયબર સંબંધી વિષયો, સોશ્‍યલ અને ફાઇનાશ્‍શીયલ ક્રાઇમ, ગુના બનતા અટકાવવા માટેની કાર્યવાહી, કેસ કસ્‍ટડી, મહિલાઓ માટેની કાયદાકીય જોગવાઇઓ તેમજ સેલ્‍ફ ડિફેન્‍સ વિશે સમજ આપવામાં આવી હતી તેમજ સાયબર અવેરનેસને લગતા પેમ્‍પલેટ કે જેમાં જરૂરી ફોન અથવા નંબરની માહિતીવાળા વિતરણ કરવામાં આવેલ. તેમ જ સાયબર હેલ્‍પલાઇન નં.૧૯૩૦ વિશે સમજ અપાઇ હતી. આ સેમીનારમાં સાયબર ક્રાઇમના પીએસઆઇ. બી.પી.મેલતાતર, ડી.બી.કાકડીયા, એએસઆઇ રણજીતસિંહ ઠાકુર, કોન્‍સ પુજાબેન વાળા, સાયબર વોલેન્‍ટીયર દર્શનભાઇ પાડલીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું

(2:53 pm IST)