Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ઓશો સન્‍યાસી- પ્રેમી મિત્રો આનંદો... રાજકોટમાં બીજુ ઓશો ધ્‍યાન મંદિર બનશે

કિસાનપરા ચોકમાં નવું ઓશો ગીતા ધ્‍યાન મંદિર સ્‍વ.શાંતાબેન રામજીભાઈ નંદાણી ટ્રસ્‍ટ દ્વારા ટુંક સમયમાં કાર્યરત

રાજકોટઃ સ્‍વ.શાંતાબેન રામજીભાઈ નંદાણી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તેમજ એકઝીકયુટર શ્રી ઉમેશભાઈ નંદાણી (પરિન લાઈફ સ્‍ટાઈલના સીઈઓ) તથા ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરના સંચાલક સ્‍વામિ સત્‍ય પ્રકાશ - બન્‍ને ટ્રસ્‍ટના એકઝીકયુટર તથા ટ્રસ્‍ટી છે. તેમજ અન્‍ય ટ્રસ્‍ટીમાં ગીરીષભાઈ પ્રથજાપતિ (સ્‍વામી બોધિઆનંદ) દ્વારા નિર્વાણમાં યોગ ગીતાની અંતીમ ઈચ્‍છા મુજબનું તેમની જગ્‍યા પર ઓશો ગીતા ધ્‍યાન મંદિર બનાવવાનું સપનું સાકાર કરવા માટે ટ્રસ્‍ટી મંડળ ઓશો ગીતા ધ્‍યાન મંદિર તદ્દન નવું બનાવવાનું કામ રાજકોટના ઓશો પ્રેમી એન્‍જીનીયર એકયુરેટ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરના પ્રણેતા મહેષભાઈ ગધેધરીયાએ ત્રણ માળ બનાવવાનું સંપૂર્ણ કામ હાથમાં લીધું છે અને બને તેટલું વહેલું બનાવી આપવાની બાહેધરી આપેલ છે.

છેલ્લા પંદર દિવસથી સંજીવ રાઠોડ (સ્‍વામી સંજીવ), દિલીપભાઈ ચોલેરા (સ્‍વામી આનંદ કિરીટ), વિજયભાઈ ભુવા (સ્‍વામી પ્રેમ મુસાફિર), મહેષભાઈ જાદવ (સ્‍વામી અમૃત ગગન), નિતીનભાઈ ચાંડેગ્રા (સ્‍વામિદેવ રાહુલ), દિનેશભાઈ ચાંગાણી (સ્‍વામિપ્રેમ), યોગેશભાઈ રાજા (સ્‍વામિ દિલખુશ) વગેરે ઓશો સન્‍યાસી તથા પ્રેમી મીત્રો નવા ઓશો ગીતા ધ્‍યાન મંદિરના કામમાં લાગી ગયા છે.

માં યોગ ગીતાનો ટુંકમાં પરિચય  જેમની પ્રેરણાથી ઓશો ગીતા ધ્‍યાન મંદિર બની રહ્યું છેઃ- માં યોગ ગીતા ઓશો દ્વારા અપાયેલ સન્‍યાસ નામે છે. તેમનું સંસારી નામ નર્મદાબેન રામજીભાઈ નંદાણી. તેઓ શરૂઆતથી ઓશો સાથે રહેલા. તેઓ અપરણીત હતા. તેમના ફાધર પણ ઓશો સન્‍યાસી હતા. તેમની સાથે તેમની અતિ નિકટતામાં યોગ નિવેદિતાજી પણ ઓશો સાથે રહેલા. તેઓએ તેમની હયાતીમાં સ્‍વ.શાંતાબેન રામજીભાઈ નંદાણી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ બનાવેલ તથા ટ્રસ્‍ટમાં એકઝીકયુટર તથા ટ્રસ્‍ટી તરીકે તેમના કઝીન પરિન લાઈફ સ્‍ટાઈલના સીઈઓ તથા ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરના સંચાલક સ્‍વામિ સત્‍ય પ્રકાશની નિમણુંક કરેલ. તેઓની પ્રથમ કે અંતિમ ઈચ્‍છા હતી કે તેઓની જગ્‍યા પર ઓશો ગીતા ધ્‍યાન મંદિર બને અને ઓશો સન્‍યાસી- પ્રેમીઓ તથા શિબિરો તથા ધ્‍યાન કરે. ઓશો એ કહેલ કે મેડીટેશન ઈન માર્કેટ સ્‍પેસ યાને કે ધ્‍યાન કેન્‍દ્ર કે ધ્‍યાન મંદિર સીટીમાં હોવું જોઈએ. જેમ કે પુના ઓશો આશ્રમ છે.

કોરોનાકાળમાં બે વર્ષ દરમ્‍યાન ટ્રસ્‍ટના લીગલી કાગળો વકીલ શ્રી મૌલીક ફળદું સાહેબ (સ્‍વામિ બોધિ આનંદ) કપરા કાળમાં દસ્‍તાવેજ તથા અન્‍ય કાગળો બનાવી આપ્‍યા તેનો ટ્રસ્‍ટ તેમનો આભાર માને છે. સ્‍થળ- ઓશો ગીતા ધ્‍યાન મંદિર, કિસાનપરા ચોક, એ.જી.પાછળ, રાજકોટ.

ઓશો ગીતા ધ્‍યાન મંદિરની વિશેષ માહિતી માટે સ્‍વામિ સત્‍ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(2:52 pm IST)