Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

વોટર પાર્કમાં સરગમ કલબના બાળકોના ધૂબાકા

 સરગમ ચિલ્‍ડ્રન કલબના ૧૦૦૦ બાળ સભ્‍યો માટે કુવાડવા રોડ પર ક્રિષ્‍ના વોટર પાર્ક રીસોર્ટનો પ્રવાસ ગોઠવવામાં આવ્‍યો હતો. બાળકોએ નાસ્‍તોની મોજ સાથે પાણીની વિવિધ રાઇડનો આનંદ લીધો હતો. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા તેમજ ક્રિષ્‍ના વોટર પાર્કના માલિક હરીભાઇ પટેલ તેમજ લેડીઝ કલબના હોદેદારો અને ચિલ્‍ડ્રન કલબના હોદેદારોએ ઉપસ્‍થિત રહી બાળકોનો ઉત્‍સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લેડીઝ કલબના પ્રમુખ નીલુબેન મહેતા, ચિલ્‍ડ્રન કલબના પ્રમુખ અલ્‍કાબેન કામદાર, ગીતાબેન હીરાણી, મધુરીકાબેન જાડેજા, અલ્‍કાબેન ધામેલીયા, જયશ્રીબેન વ્‍યાસ, છાયાબેન દવે, વૈશાલીબેન શાહ, જયસુખભાઇ ડાભી, કનૈયાલાલ ગજેરા, રમેશભાઇ અકબરી, સુરેશભાઇ દેત્રોજા તેમજ લેડીઝ કલબના કમીટી મેમ્‍બરોએ જહેમત ઉઠાવી હતી.

(2:50 pm IST)