Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રાધેકૃષ્‍ણ સોસાયટીના અવિનાશ ધુલેશીયા હત્‍યા કેસમાં ૧રમીએ હાજર થવા આરોપી અમીત ભાણવડીયાને હુકમ

ત્‍યાં સુધી પોલીસ ધરપકડ સામે હાઇકોર્ટનો વચગાળાનો મનાઇ હુકમઃ તપાસમાં સહયોગ આપવા તાકીદ

રાજકોટ, તા., ૯: યુનિવર્સિટી રોડ પર આવેલ રાધેકૃષ્‍ણ સુચીત સોસાયટીમાં થયેલ અવિનાશ ધુલશીયા હત્‍યા કેસ ખુબ જ ચકચારી બન્‍યો હતો. આ કેસમાં હજુ સુધી એક પણ આરોપીને જામીન નથી મળ્‍યા. ત્‍યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી અમીત ભાણવાડીયાના વકીલની દલીલને ધ્‍યાનમાં લઇ તા.૧ર-પ-રરના સવારે ૧૧ થી પ વાગ્‍યે તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા અને જયારે જયારે તપાસમાં બોલાવે ત્‍યારે હાજર થઇ સહયોગ આપવાની શરતે  ધરપકડ સામે વચગાળાનો સ્‍ટે આપવામાં આવ્‍યો છે. સ્‍નિીયર ધારાશાષાી નિરૂપમ નાણાવટી દ્વારા કરાયેલ ધારદાર દલીલમાં તેઓએ કોર્ટ સમક્ષ જણાવ્‍યું હતું કે પ્રથમ ફરીયાદમાં આરોપીનું કયાંય નામ નથી. બનાવ સમયે આરોપીની હાજરી નથી તેમજ જે બનાવ બન્‍યો છે એમાં પાડોશીઓ વચ્‍ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામી મારામારી થવાથી હત્‍યાનો બનાવ બન્‍યો છે.

આરોપી દ્વારા કરાયેલ આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન સિનીયર વકીલ દ્વારા કરાયેલ ઉપરોકત દલીલોને માન્‍ય રાખી ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી અમીત ભાણવાડીયાની ધરપકડ સામે વચગાળાનો મનાઇ હુકમ આપવા સાથે પોલીસ ઇન્‍વેસ્‍ટીગેશન માટે આગામી ૧ર મી મેના રોજ હાજર રહેવાનો પણ હુકમ કર્યો છે.

આ કેસમાં અગાઉ મયુરસિંહ જાડેજા સહીતના આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે.

(4:28 pm IST)