Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ગોંડલ - અમદાવાદના ગુન્‍હામાં વોન્‍ટેડ મહિલાને રૂરલ એલસીબીએ ઝડપી લીધી

રાજકોટ તા.૯ : ગોંડલ અને અમદાવાદના ગુન્‍હામાં વોન્‍ટેડ મહિલાને રૂરલ એલસીબીએ ઝડપી લીધી હતી.

જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ નાશતા ફરતા આરોપી  પકડી પાડવા અંગે સુચનાઓ આપેલ અન્‍વયે એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસબી સ્‍ટાફના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટેની કામગીરીમાં હતા તે દરમિયાન પો. હેડ કોન્‍સ. મહિપાલસ્‍ંિહ જાડેજા, પો. હેડ કોન્‍સ. અનિલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા તથા પો. કોન્‍સ. પ્રહલાદસિંહ રાઠોડને સંયુકત મળેલ હકિકત આધારે ઇ-ગુજકોપ તથા પોકેટ કોપની મદદથી છેલ્લા બે વર્ષથી ગોંડલ સીટી પો.સ્‍ટે.ના ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) (એન) ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૪,૬, ૧૭ તથા અમદાવાદ શહેર, નરોડા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩પર૦ર૩૮૩ -ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૩૮૦, મુજબના ગુનાના કામે નાશતી ફરતી મહિલા આરોપી જયાબેન વા.ઓ.રામજીભાઇ ચીત્રોડા રહે. ગોંડલ હરભોલે સોસાયટી વાળીને ગોંડલ શહેર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહીક રી હતી.

આરોપી પ્રજાપતિ  ઉ.વ.૬૦ મુળ ગોંડલ, હરભોલે સોસાયટી હાલ રાણપુર ગામે તા.જી.રાજકોટ

આ કામગીરીમાં રૂરલ ક્રાઇમબ્રાંચના પો.સબ. ઇન્‍સ. એસ.જે.રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, એ.એસ.આઇ અમીતસિંહ જાડેજા, બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ મકવાણા, અમુભાઇ વિરડા, નરેન્‍દ્રભાઇ દવે, સાહિલભાઇ ખોખર તથા અનિરૂધ્‍ધસિંહ જાડેજા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(4:31 pm IST)