Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

વચ્‍છરાજનગરમાં જુગાર રમતા ચાર શખ્‍સો પકડાયા

આજીડેમ પોલીસનો દરોડોઃ ૫ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ,તા. ૯ : કોઠારિયા રોડ પર વચ્‍છરાજ નગરમાં આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્‍સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ વચ્‍છરાજ નગરમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્‍સ. પ્રદિપસિંહ, કૃણાલસિંહ તથા જગદીશસિંહને બાતમીમળતા વચ્‍છરાજનગર શેરી નં. ૧માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા વચ્‍છરાજનગરના રાજુ લીલાભાઇ પરમાર, મવડીગામ રામેશ્વર પાર્કના બાબુ ગોપાલભાઇ સોરઠીયા, ખોડીયારનગર શેરી નં. ૯ના શૈલેષભાઇ રવજીભાઇ મોરી તથા વેલનાથ જડેશ્વર શેરી નં. ૨ના લાખા હાજાભાઇ ડાંગરને પકડી લઇ રૂા. ૫,૧૪૦ની મતા કબ્‍જે કરી હતી.

 

(2:21 pm IST)