Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

માણભટ્ટ રાજકોટના આંગણે : રામકૃષ્‍ણ આશ્રમના વિવેક હોલમાં સંગીતમય આખ્‍યાન : કાલે સમાપન

રાજકોટ,તા. ૯ : ગુજરાતમાં માણનો વાદ્ય તરીકે ઉપયોગ સૈકાઓથી થાય છે.ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્‍યાન કવિ તરીકે પ્રખ્‍યાત થયેલા પ્રેમાનંદે લોકસમુદાયમાં આનંદ સાથે વિચારશક્‍તિ આપતી અનેક આખ્‍યાન રચનાઓ ગુંજતી કરી હતી. વર્તમાનમાં આખ્‍યાનો અને માણ નું વાદ્ય તરીકેનું મહત્‍વ લગભગ મૃતઃપ્રાય થવા તરફ જઈ રહ્યું છે. ત્‍યારે વડોદરાના ધાર્મિકલાલ પંડ્‍યા આ લોકકળાને ટકાવી રાખવા જીવનપર્યંત ઝઝૂમતા રહ્યાં છે અને નાદુરસ્‍ત તબિયત તથા ઉંમર હોવા છતા સતત પ્રયત્‍નશીલ છે.  
આવા જીવંત દંતકથારૂપ આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત કથાકાર શ્રી ધાર્મિકલાલ પંડ્‍યા,માણભટ્ટ, શ્રીરામકૃષ્‍ણ આશ્રમ,રાજકોટ ના વિવેક હોલમાં આઠથી દસ મે દરમિયાન દરરોજ સાંજે છ થી સાડા સાત  સંગીતમય આખ્‍યાન રજુ કરશે.સર્વે ભક્‍તજનો ને પરિવાર ,મિત્રો, તથા સ્‍નેહીજનો સાથે લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.
ઉલ્લેખનીય છે કે તેમને ઘણા પ્રાદેશિક અને શહેરી કક્ષાના ખિતાબો મળ્‍યા છે. ૧૯૮૩માં તેમને રાષ્ટ્રીય સંગીત નૃત્‍યકલા અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્‍કાર'એનાયત કરવામાં આવ્‍યો હતો. તેમને નેશનલ સ્‍કૂલ ઓફ ડ્રામા તરફથી પણ એવોર્ડ એનાયત થયો હતો.  તેમને ૧૯૯૧માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્‍યો હતો.

 

(2:21 pm IST)