Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

લાલપરી ડેમના કાંઠે દેશીદારૃની ભઠ્ઠી ચલાવતો અનીલ મકવાણા પકડાયો

ડીસીપી ઝોન-૧ ની એલસીબીની ટીમનો દરોડો ઃ આથો, દેશીદારૃ બનાવવાના સાધનો અને દારૃ મળી ૭ હજારનો મુદ્દામાલ કબ્જે ઃ વીરમ પાંચીયા અને રણજીતની શોધ

રાજકોટ ઃ માલધારી મફતીયાપરમાં લાલપરી ડેમના કાંઠે બાવળીયાની જાળીમાં દેશી દારૃની ભઠ્ઠી ચાલતી હોવાની ડીસીપી ઝોન-૧ ની એલસીબીની ટીમના કોન્સ. દિવ્યરાજસિંહ, સત્યજીતસિંહને બાતમી મળતા લાલપરી ડેમના કાંઠે દરોડો પાડી રૃા. ૧૪૦૦ નો દેશીદારૃ, રૃા. ૪૪૦૦નો દેશીદારૃ બનાવવાનો આથો તથા ૧૮પ૦ ના ભઠ્ઠીના સાધનો સાથે અનીલ મૈયરામ મકવાણા (ઉ.વ.ર૦) (રહે. માલધારી સોસાયટી મફતીયાપરા) ને પકડી લઇ રૃા. ૭૬પ૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જયારે વીરમ લાખા પાંચીયા અને રણજીત રામભાઇ રાઠોડની શોધખોળ આરદી છે. આ કામગીરી પીએસઆઇ વી.કે. ઝાલા, હેડ કોન્સ વિજેન્દ્રસિંહ, સામંતભાઇ, દિવ્યરાજસિંહ, સત્યજીત સિંહ, પૃથ્વીરાજસિંહ દ્વારા કરવામાં આવી છે.

(2:52 pm IST)