Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ગોપાલનગરમાં વરલી ફીચરનો જુગાર રમતાચાર પકડાયાભકિતનગર પોલીસનો દરોડો : ૧૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ : ગોપાલનગર મેઇન રોડ પર કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. અરવિંદભાઇ, કરણભાઇ અને દિવ્યરાજસિંહને બાતમી મળતા ગોપાલનગર મેઇન રોડ ગ્રામીણ બેંક સામે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા માધવવાટીકાના નટુ ચકુભાઇ મકવાણા, ગુરૃપ્રસાદ ચોક આર.એમ.સી. કવાર્ટરના રમેશ ટપુભાઇ પરમાર, વિવેકાનંદનગરના ભીખુ ગાંડુભાઇ બાંભવા અને ગોપાલનગરના મહેશ ભગવાનજીભાઇ પુજારાને પકડી લઇ રૃા. ૧૦,૧૪૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ. એચ.એન. રાયજાદા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

ક્રિકેટનો સટ્ટો રમતો પ્રશાંત પકડાયો

કૃષ્ણનગર મેઇન રોડ પર ક્રિષ્ના મોબાઇલ નામની દુકાન પાસે માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એસ. મહેશ્વરી તથા કોન્સ. હરપાલસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે દરોડો પડાી મોબાઇલમાં આઇડી પર ક્રિકેટનો સટ્ટો રમતા પ્રશાંત પ્રતાપભાઇ ડોડીયા (ઉ.વ.ર૮) (રહે. રામનગર શેરી નં.પ, ગોંડલ રોડ) ને પકડી લઇ રૃા. ૧૩પ૦ ની રોકડ તથા મોબાઇલ મળી રૃા. ૬૩પ૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

(2:52 pm IST)