Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

આજી વસાહત ખોડીયારપરમાંથી રવી ગીડા દેશી તમંચો-કાર્ટીઝ સાથે પકડાયો

થોરાળા પોલીસનો દરોડો : દેશી તમંચો અને બે જીવતા કાર્ટીઝ મળી રૃા. ૮,ર૦૦ નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ : આજી વસાહત પાસે ખોડીયારપરમાં એક શખ્સ દેશી તમંચા સાથે ઉભો હોવાની થોરાળા પોલીસ મથકના કોન્સ ધર્મેશભાઇ ખાંડખા અને અમીતભાઇ તેરૈયાને બાતમી મળતા ખોડીયારપરા શેરી નં.ર૭/ર૮ ના ખુણે દરોડો પાડી રવી ભીખુભાઇ ગીડા (ઉ.વ.ર૦) (રહે. ખોડીયારપરા શેરી નં. ર૭/ર૮) ને રૃા. ૮૦૦૦ ની કિંમતનો દેશી તમંચો અને રૃા. ર૦૦ ની કિંમતના બે જીવતા કાર્ટીઝ સાથે પકડી લીધો હતો. આ કાગમીરી પીઆઇ આર.જે. દેસાઇ, પી.એસ.આઇ. પી.એન. ત્રીવેદી, શૈલેષભાઇ, રાજદીપસિંહ, નરસંગભાઇ, વિક્રમભાઇ, કિરણભાઇ, પ્રધ્યુમનભાઇ, જયદીપભાઇ, ધર્મેશભાઇ રમેશભાઇ તથા અમીતભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(2:50 pm IST)