Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

જાળીયાથી કોટડા જતા કાચા રસ્તે સુરેશ વિરમગામીયાના મર્ડરનો ભેદ ઉકેલાયો :હત્યાના આરોપી પરેશ સોલંકીને ઝડપી લેવાયો

મર્ડરના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ટીમ

રાજકોટ : ગઈ તા.૬/૦૫/૨૦૨૨ ના રોજ જાળીયા ગામથી કોટડા જતા કાચા રસ્તે અવાવરૂ સ્થળે નદીના કાંઠા પાસે એક માનવ લાશ કે જે હાડ પીંજર થઈ ગયેલ હાલતમાં હતી અને તે વખત લોકલ સોર્સીસથી સદરહું હાડપીજર જે મુળ ગામ જાળીયા હાલ રહે,જોધપુર રાજસ્થાનના રહેવાસી સુરેશભાઈ રણછોડભાઈ વિરમગામીયાની હોવાનું જણાવેલ હતું અને લાશનુ કોર્ટેશક મેડીસીન વિભાગ દ્વારા પીએમ કરાવવામાં આવેલ હતું અને લાશ જે ડીકમ્પોઝ લાંબા સમયથી પડી રહેલ હાલતમાં હોવાથી હાડપીંજર થઈ ગયેલ હતી અને તેના વાલી વારસો અંગે તપાસ કરી તેમજ તેના કુટુંબીજન તથા ગામના લાગતા વળગતા માણસોની પુછપરછ કરતા આ કામે બનાવની હકીક્ત ખુલવા પામેલ હતી જેમા આ કામે મરણજનાર તથા જાળીયાગામનો રહેવાસી પરેશભાઈ તળશીભાઈ સોલંકી જે ગઈ તારીખ ૨૮ના રોજ કોટડા રોડ પર બનાવ સ્થળ વાળી જગ્યા પર ગયેલ હતા અને તે વખતે લગભગ રાત્રીના નવેક વાગ્યાની આસપાસ નદીના કાઠે હતા ત્યારે મરણજનાર પરેશ સોલંકીને પરેશ સોલંકીની પત્નિ બાબતે બોલતા અને તે બાબતે ઝગડો થતા પરેશ સોલંકી દ્વારા મરણજનારને પેટના ભાગે અને ગુપ્ત ભાગે પાટા મારતાં જે થયેલ ઈજાના કારણે સુરેશભાઈ વિરમગામીયાનું મોત નિપજેલ હતું જેથી આ કામના આરોપી પરેશભાઇ તળશીભાઇ સોલંકી વિરૂધ્ધમાં કુવાડવારોડ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

  રાજકોટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ડો.પાર્થરાજસિંહ ગોહિલ (ક્રાઇમ સર) તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નર એસ.આર ટડેલ ઉત્તર વિભાગ) તથા અમો પોલીસ ઇન્સપેક્ટર ભાર્ગવ એમ. ઝણકાટના માર્ગદર્શન મુજબ આ ગુનામા સંડોવાયેલ આરોપી પરેશભાઈ તળશીભાઈ સોલંકીને પકડવા માટે પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ ચાલુ હતી તે દરમ્યાન અત્રેના પો.સ્ટે.ના એ.એસ.આઇ ક્રીપાલસિહ ડી.ચુડાસમા તથા પો. હેડ કોન્સ. વિક્રમભાઈ ગરચર તથા પો.કોન્સ રોહીતદાન ગઢવી તથા રાજેશભાઇ દેવદાનભાઇ ચાવડાનાઓને મળેલ હકીકત આધારે સદરહુ ગુનામાં સંડોવાયેલ આરોપી પરેશભાઈ તળશીભાઈ સોલંકીને કુવાડવા વાંકાનેર રોડ પરથી પકડી પાડવામાં આવેલ છે.તેમજ આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા આ કામના આરોપીને સદરહુ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી નામ પરેશભાઇ તળશીભાઇ સોલંકી રહે. જાળીયાગામ તા.જી.રાજકોટ

 કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ ભાર્ગવસિહ પ્રેમ ઝણકાટ પોલીસ ઇન્સપેકટર તથા એ.એસ.આઇ. ક્રિપાલસિંહ ચુડાસમા તથા પો.હેડકોન્સ વિક્રમભાઇ ગરચર તથા હિતેશભાઇ ગઢવી તથા પો.કોન્સ. હરેશભાઇ સારદિયા તથા રોતિદાન ગઢવી તથા રાજેશભાઇ ચાવડા, હતા

     
(4:28 pm IST)