Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

વેશ્યાવૃતિના ગુનામાં પાસાનું વોરન્ટ નીકળતાં ૯ વર્ષથી ફરાર કિશનસિંગ ઉત્તરાખંડથી પકડાયો

ઍન્ટી હ્નામન ટ્રાફિકીંગ યુનિટ અને ક્રાઇમ બ્રાંચની કામગીરીઃ પીથોરાગઢ પહાડી વિસ્તારમાં હચીલા ગામે રેસ્ટોરન્ટ ચલાવતો હતોઃ બે દિવસ વોચ રાખી પકડી લેવાયો

રાજકોટ તા. ૯ઃ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૩માં નોîધાયેલા વેશ્યાવૃતિના ગુનામાં પકડાયેલા શખ્સ સામે પાસા વોરન્ટ નીકળ્યા બાદ નવ વર્ષથી ફરાર કિશનસિંગ ભવાનસિંગ ધામી (ઉ.૨૮) નામના શખ્સને રાજકોટ શહેર પોલીસની ટીમોઍ ઉત્તરાખંડના પીથોરાગઢના હચીલા ગામેથી પકડી લીધો છે. 

કુવાડવા પોલીસ સ્ટેશનમાં ૨૦૧૩માં પીઍસઆઇ ઍલ. જે. પરમારે ધી ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન ઍક્ટ હેઠળ કિશનસિંગ ધામી વિરૂધ્ધ બે સ્ત્રીઅો પાસે વેશ્યાવૃતિ કરાવવાનો ગુનો નોîધ્યો હતો. ઍ પછી તેના વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇશ્યુ થતાં તે ભાગી ગયો હતો. આ શખ્સ ઉત્તરાખંડના પીથોરાગઢના હચીલા ગામે રહેતો હોવાની અને ત્યાં ધામી રેસ્ટોરન્ટ નામે ધંધો કરતો હોવાની બાતમી ડીસીબીના ઍઍસઆઇ દિગ્વીજયસિંહ જાડેજા, ઍઍસઆઇ પ્રતાપસિંહ ઝાલા અને ઍઍચટીયુના બાદલભાઇ દવેને મળતાં ટીમ ત્યાં પહોîચી હતી. પહાડી વિસ્તારમાં રેસ્ટોરન્ટ શોધ્યા બાદ પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઇ બે દિવસ વોચ રાખી હતી. ઍ દરમિયાન કિશનસિંગ આવતાં તેને પકડી લઇ ટીમ રાજકોટ આવી હતી.
પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ઍસીપી ડી. વી. બસીયા, ઍસીપી આર. ઍસ. બારીયાની સુચના હેઠળ પીઆઇ જે. વી. ધોળા, પીઆઇ ઍસ. આર. પટેલ, ઍઍસઆઇ દિગુભા જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, બાદલભાઇ દવે, કોન્સ. મહમદઆરીફ અંસારી, આઉટ સોર્સ ડ્રાઇવર શક્તિસિંહ ગોહિલ અને ધર્મેદિપસિંહ જાડેજાઍ આ કામગીરી કરી હતી. 

(3:49 pm IST)