Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

પુત્રીનો જન્મ થતા મા-દિકરીને સળગાવી દેવાની પતિ-સાસરીયાઍ ધમકી દીધી

પંચશીલ સોસાયટીમાં રીસામણે આવેલા શિલ્પાબેન ઠેસીયાની સુરત રહેતા પતિ દિનેશ, સાસુ રાજુબેન અને કાકાજી સસરા સામે મહિલા પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૯ ઃ ગોîડલ રોડ દોશી હોસ્પિટલ સામે પંચશીલ સોસાયટીમાં માવતરે રીસામણે આવેલી પરિણીતાને પુત્રીનો જન્મ થતા સુરત રહેતા પતિ, સાસુ અને કાકાજી સસરાઍ ‘અમારે કુળદીપકની અપેક્ષા હતી ને તે પુત્રીને જન્મ આપ્યો’ કહી મારકુટ કરતા હોઇ તેમજ પતિના અન્ય સ્ત્રી સાથેના આડાસંબધ અને મા-દીકરી બંનને સળગવા દેવાની ધમકી આપતા પરિણીતાઍ રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોîધાવી છે. ગોîડલ રોડ પર પંચશીલ સોસાયટી પ્લોટ નં.૩ર-બ શેરી નં. ૬માં રહેતા શિલ્પાબેન દીનેશભાઇ ઠેસીયા (ઉ.૩૭) ઍ મહિલા પોલીસ મથકમાં સુરત રહેતા પતિ દિનેશ ભનુભાઇ ઠેસીયા, સાસુ રાજુબેન ભનુભાઇ ઠેસીયા અને કાકાજી સસરા ચતુરભાઇ પરસોતમભાઇ ઠેસીયા સામે ફરીયાદ નોîધાવી છે શિલ્પાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના ર૦૦૭માં સુરતમાં રહેતા દિનેશ ભનુભાઇ ઠેસીયા સાથે થયા હતા લગ્નબાદ પોતે પતિ, સાસુ, સસરા, નણંદ સહિતના સંયુકત પરિવાર સાથે રહેતા હતા.ર૦૦૮ માં પોતાને પુત્રીનો જન્મ થતા જ સાસુઍ કહ્નાં કે ‘અમારે કુળદીપની અપેક્ષા હતી અને તે પુત્રીનો જન્મ આપ્યો કહી ત્રાસ આપવાની શરૂઆત કરી હતી. અને માવતરેથી કરિયાવર લાવી નથી જેથી સોનાના દાગી, પૈસા લઇ આવવા દબાણ કરી મારકુટ કરી ત્રાસ આપતા હતા બધુ સારૂ થઇ જશે. વીચારીને આ બધુ સહન કરી હતી. દરમ્યાન પતિને અલગ-અલગ યુવતીઅોના મેસેજ આવતા હોઇ, અને કરતા હોવાજી જાણ થતા પતિને આવુ ન કરવા સમજાવેલ અને સાસુ અને કાકાજી સસરા ચતુરભાઇ પરસોતમભાઇ ઠેસીયાને આ બાબતે જાણ કરતા તેણે પતિને ઠપકો આપવાને બદલે તેનો સાથ દેતા પતિઍ કહેલ કે મારે તો આ બધા સાથે સંબંધો રહેશે તારે ઘરમાં રહેવુ હોઇ તો રહે નહિતર પુત્રી માનસીને લઇ તારા બાપના ઘરે ચાલી જા તેમ કહી ઝઘડો કર્યો હતો દરમ્યાન દોઢેક વર્ષ પહેલા તેના પતિના ફોનમાં નિરાલી નામની યુવતીનો મેસેજ આવ્યો હતો જે અંગે મેî તપાસ કરતા યુવતીનો મેસેજ આવ્યો હતો. જે અંગે મે તપાસ કરતા યુવતીનો ફોટો પતિ સાથે જાડાયેલો હોઇ, પતિ નિરાલી નામની યુવતી સાથે વાતો કરતા પોતે સાંભળતા જ પોતે તેને સમજાવવાની કોશિક્ષ કરી હતી પરંતુ પતિઍ મારકુટ કરતા પોલીસમાં ફોન કરી જાણ કરી હતી પરંતુ હવે આવુ નહી થાય તેવુ પતિઍ કહેતા પોલીસ ચાલી જા તેને આ ઘરમાં રહેવુ હોઇ તો કામવાળી તરીકેજ રહેજા અને હવે આ ઘરમાં નિરાલી જ આવશે.તેમ કહી પતિ, સાસુ અને કાકાજી સસરાઍ  ભેગા મળી તુ આ ઘરમાં શાંતીથી રહ ેજે નહીતર તને અને તારી પુત્રીને કેરોસીન છાંટી સળગાવી નાખીશું  તેમ ધમકી આપતા પોતે ડરી જતા દોઢમાસની દીકરીને લઇને રાજકોટ માવતરના ઘરે આવી ગયા હતા બાદ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોîધાવતા ઍ.ઍસ.આઇ. આઇ.ઍમ. શેખ ઍ તપાસ હાથ ધરી છ.ે

(3:54 pm IST)