Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

નવા કુંભારવાડાની રિધ્‍ધી બોરીચા ૧ર દિવસથી ગુમ

રાજકોટ તા. ૯ : રામનાથપરા નવાકુંભારવાડામાં રહેતી યુવતી પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી છે.
મળતી વિગત મુજબ નવા કુંભારવાડા શેરી નં.૬/૧૧ ના કોર્નર પાસે રહેતી રિધ્‍ધિ બળવંતભાઇ બોરીચા (ઉ.ર૮) ગત તા. ર૮/૩ના રોજ પોતાના ઘરેથી  નીકળી હતી તે પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ કરતા તેનો કોઇપતો લાગ્‍યો ન હતો તે માનસીક અસ્‍થિર છે. તેના ડાબાપગમાં ખોટ છે તેણે ટ્રેક પેન્‍ટ અને ટીશર્ટ પહેલ છે. આ અંગે યુવતીના ભાઇએ એડીવીઝન પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા એ.એસ.આઇ. ભરતસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે. જો કોઇને આ યુવતી જોવા મળે તો એડીવીઝન પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦ર૮૧-રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

 

(3:37 pm IST)