Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

મસાલામાં ભેળસેળનું વધુ એક કારસ્‍તાન ઝડપાયુ : ૪૬૫ કિલો જથ્‍થાનો નાશ

કોઠારિયા વિસ્‍તારમાં સુગંધ એન્‍ટરપ્રાઇઝમાંથી ગરમ મસાલા બનાવવા ધાણાની ફોતરી, જીરૂની ફોતરી, મરી પાવડરની ફોતરીનો ઉપયોગ થતો : હોવાનું ખુલ્‍યું : ધાણા, જીરૂ, ગરમ મસાલા, બાસુંદી, મખનવાલાના નમુના લેવાયા : ફુડ શાખાની કાર્યવાહી

રાજકોટ તા. ૯ : મનપાની ફુડ શાખા દ્વારા શહેરના કોઠારીયા વિસ્‍તારમાં સુગંધ એન્‍ટરપ્રાઇઝમાં ચેકીંગ હાથ ધરતા સુગંધ બ્રાન્‍ડ નામથી વેચાતા ગરમ મસાલામાં ધાણાની ફોતરી, જીરૂની ફોતરી, મરી પાવડરની ફોતરી તથા લવિંગની કાંડી, બાદીયાની કાંડીનો ઉપયોગ થતો હોવાનું ખુલતા ૪૬૫ કિલો જથ્‍થાનો આજીડેમ ડમ્‍પીંગ યાર્ડ ખાતે નાશ કર્યો હતો. તેમજ ધાણા, જીરૂ, ગરમ મસાલા તેમજ અન્‍ય વિસ્‍તરમાં ખાણી પીણીના ધંધાર્થીને ત્‍યાંથી બાસુંદી વેજ. મખનવાલા સબ્‍જીના નમુના લેવામાં આવ્‍યા હતા.
મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાની ફૂડ ટિમ દ્વારા ગઇકાલેᅠ‘સુગંધ એન્‍ટરપ્રાઇઝ'ᅠ(ઉત્‍પાદક પેઢી)-ᅠવરુણ ઇન્‍ડ. એરિયા શેરી નં. -૩,ᅠશેડ નં. ૮,ᅠમાલધારી ક્રોસિંગની અંદર,ᅠકોઠારીયા,ᅠરાજકોટ ખાતેᅠસ્‍થળ તપાસ કરતાંᅠસુગંધ એન્‍ટરપ્રાઇઝ- ઉત્‍પાદકᅠપેઢીના ભાગીદાર નિલેષભાઈ છગનભાઈ અમૃતિયાને પૂછપરછ કરતાં સ્‍થળ પર તેઓ ગરમ મસાલા,ᅠમરચું,ᅠહળદર,ᅠધાણાજીરુંનું ઉત્‍પાદન કરી લૂઝ તથાᅠ‘સુગંધ'ᅠબ્રાંડ થી ૫ વર્ષ થી વેચાણ કરે છે. વધુમાં જણાવેલ ગરમ મસાલો બનાવવા ધાણા,ᅠજીરું,ᅠમરી,ᅠલવિંગ,ᅠબાદીયાન,ᅠજાયફળ નો ઉપયોગ કરવામાં આવે છે જે તેઓ દ્વારા ફેરિયાઓને વેચાણ કરવામાં આવે છે. વાસ્‍તવમાં સ્‍થળ પર ધાણાની ફોતરી ૨૧૦ કિલો,ᅠજીરૂંની ફોતરી ૨૦૦ᅠકિલો,ᅠમરી પાવડર ફોતરી ૨૦ᅠકિલો,ᅠલવિંગની કાંડી ૧૦ᅠકિલો,ᅠબાદીયાનની કાંડી ૨૫ᅠકિલો,ᅠઆમ કુલ ૪૬૫ᅠકિલોᅠજથ્‍થો (જેની કુલ કિમત રૂ. ૫૮,૯૨૦)જેવી હલકી કક્ષાની ચીજો વાપરી પ્રોસેસિંગ મશીનથી મેળવણી કરી હલકી કક્ષાનો ગરમ મસાલો બનાવતા હોવાનું પેઢીના માલિકે સ્‍વીકારેલ. હાલ આ જથ્‍થાનું માર્કેટમાં વેચાણ ન થાય તે હેતુથી હલકી કક્ષાનો જથ્‍થો આજીડેમ ડમ્‍પિંગ યાર્ડ ખાતે નાશ કરવામાં આવેલ. તેમજ ફૂડ સેફટીᅠએન્‍ડᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ મુજબ ગરમ મસાલો,ᅠજીરું,ᅠધાણાના ᅠનમૂના લઈ સેમ્‍પલિંગ કાર્યવાહી કરવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા ઉપરોક્‍ત તમામ કામગીરી નાયબ કમિશ્નર આશીષકુમારના આદેશ હેઠળ કરવામાં આવેલ.
 ૬ નમૂના લેવાયા
મહાનગરપાલિકાᅠવિસ્‍તારમાંથી ᅠફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ᅠમુજબ (૧)ᅠબાસુંદી મીઠાઇ (લુઝ) : બાપા સીતારામ ડેરી ફાર્મ -મોરબી રોડ જકાતનાક સામે,ᅠજય જવાન જય કિશાન મેઇન રોડ,ᅠરાજકોટ (૨)ᅠબાસુંદી મીઠાઇ (લુઝ) :ᅠશ્રી પટેલ વિજય સ્‍વીટᅠએન્‍ડᅠનમકીન,ᅠમોરબી રોડ જકાતનાક પાસે,ᅠજલારામ સોસાયટી,ᅠરાજકોટ (૩) ધાણાᅠ(લુઝ) સુગંધ એન્‍ટરપ્રાઇઝ -ᅠવરુણ ઇન્‍ડ. એરિયા શેરી નં. -૩,ᅠશેડ નં. ૮,ᅠમાલધારી ક્રોસિંગની અંદર,ᅠકોઠારીયા,ᅠરાજકોટ (૪)ᅠગરમ મસાલોᅠ(લુઝ)ᅠસુગંધ એન્‍ટરપ્રાઇઝ -ᅠવરૂણ ઇન્‍ડ. એરિયા શેરી નં. -૩,ᅠશેડ નં. ૮,ᅠમાલધારી ક્રોસિંગ ની અંદર, કોઠારીયા,રાજકોટ (૫) જીરૂᅠ(લુઝ)ᅠસુગંધ એન્‍ટરપ્રાઇઝ -ᅠવરુણ ઇન્‍ડ. એરિયા શેરી નં. -૩,ᅠશેડ નં. ૮,ᅠમાલધારી ક્રોસિંગની અંદર, કોઠારીયા,ᅠરાજકોટ વેજ. મખ્‍ખનવાલા સબ્‍જી (પ્રિપર્ડ-લુઝ)ᅠઢાબા જંકશન-આલાબાઈનો ભઠ્ઠો,ᅠકિશાનપરા ચોક, મહિલા કોલેજ સામેથી ૬ નમૂના લેવામાં આવ્‍યા છે.

 

(3:36 pm IST)