Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

લોકરક્ષકની પરિક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે જડબેસલાક બંદોબસ્તઃ પરિક્ષાખંડમાં મોબાઇલ પર પ્રતિબંધઃ ડીસીપી પ્રવિણકુમાર મીણા

ગેરરીતિની કોઇને પણ ગંધ આવે તો ડાયરેક્ટ પોતાને જાણ કરવા ડીસીપી મીણાઍ પોતાના મોબાઇલ નંબર જાહેર કર્યા

રાજકોટઃ આવતીકાલે લોકરક્ષકની પરિક્ષા ચાલુ થઇ રહી છે અને રાજકોટમાં ૩૭ હજાર ઉમેદવારો ૧૩૨ કેન્દ્રો પર પરિક્ષા આપશે. આ પરિક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે શહેર પોલીસે ખાસ તકેદારી રાખી છે. સેન્ટર પર બોર્ડ પ્રતિનિધી મુકવામાં આવ્યા છે. જા કે ગેરરીતિ થવાની કોઇ શક્યતા નથી. છતાં આવું કંઇ થશે તો જાણ થઇ જશે. દરેક સેન્ટર પર પીઆઇ-પીઍસઆઇની નજરઃ કેન્દ્રો બહાર ટ્રાફિક જામ ન થાય તેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છેઃ ડીસીપી પ્રવિણકુમાર મીણાઍ કહ્નાં ગેરરીતિની શક્યતા જણાય કે માહિતી હોય તો ડાયરેક્ટ મો. નં. ૯૯૭૮૪ ૦૬૩૩૯ ઉપર ફોન કરી શકે છેઃ દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા અને વિડીયોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવી છે. છાત્રો કે સ્ટાફ પણ મોબાઇલ લઇને જઇ શકશે નહિઃ સીલબંધ કવરમાંથી પેપરો પરિક્ષાના અડધા કલાક પહેલા બહાર કઢાશે. તેમ ડીસીપી પ્રવિણકુમાર મીણાઍ જણાવ્યું હતું. (૧૪.૯)

(3:33 pm IST)