Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

અચ્‍છા હૈ સચ્‍ચા હૈ, મહેક પંજાબ દી..

સોમવારે અયોધ્‍યા ચોક નજીક ‘ધ ગ્રેટ પંજાબી ધાબા'નો પ્રારંભ

પુર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્‍તે ઉદ્‌ઘાટન

રાજકોટ, તા., ૯: ૧પ૦ ફુટ રીંગ રોડ, અયોધ્‍યા ચોક પાસે, બંધન પાર્ટી લોન્‍સમાં કલ્‍પેશ વસોયા, નવનીત માલાણી, ગૌતમ રાદડીયા, વિમલ કોટડીયા, બલીપાજી, રોમી પાજી, અવિનાશ પાજી, ગુરૂપરસિંઘ (મહેશભાઇ) કલ્‍પેશ ઠુંમ્‍મર, જીજ્ઞેશ ઠુમ્‍મર, ભાવેશ ઠુમ્‍મર તથા પરમસિંઘના નવા સાહસરૂપ ધ ગ્રેટ પંજાબી ધાબા ‘અચ્‍છા હૈ સચ્‍ચા હૈ, મહેક પંજાબ દી'ના સુત્ર સાથે તા.૧૧ એપ્રિલને સોમવારે સોંજે ૬ વાગ્‍યે પ્રારંભ કરી રહયા છે. ઉદ્‌ઘાટન પુર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્‍તે થશે.
સંચાલક રોમી પાજી તથા નવનીતભાઇ માલાણીના જણાવ્‍યા મુજબ ધ ગ્રેટ પંજાબી ધાબામાં ગ્રાહકોને ઉત્‍કૃષ્‍ટ સર્વિસ સાથે વિવિધ પંજાબી વાનગીઓ વ્‍યાજબી ભાવે પીરસવામાં આવશે.

 

(3:28 pm IST)