Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

આવતીકાલે રાજકોટમાં ૩૭ હજાર ઉમેદવારો આપશે લોકરક્ષકની પરિક્ષા

કેન્‍દ્રો પર પહોંચવામાં પરિક્ષાર્થીઓને જરૂર પડશે તો ટ્રાફિક પોલીસ મદદ કરશેઃ હેલ્‍પલાઇન નં-૯૦૫૪૩ ૩૫૯૨૫

રાજકોટ તા. ૯: લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવતી લોકરક્ષકની પરિક્ષા આવતી કાલે લેવાનારી છે. જેમાં રાજકોટ શહેર ખાતે ૧૩૨ કેન્‍દ્રો પર ૩૭૦૦૦ ઉમેદવારો પરિક્ષા આપશે. ટ્રાફિક પોલીસે બોર્ડના છાત્રોને પરિક્ષા કેન્‍દ્ર પર પહોંચવા મદદ કરી હતી. એ જ રીતે લોકરક્ષક પરિક્ષાના ઉમેદવારોને પણ મદદ કરશે. તેઓ પરિક્ષા આપવા જે તે કેન્‍દ્ર પર જતાં હોય ત્‍યારે અચાનક વાહનમાં યાંત્રિક ખામી સર્જાય કે બીજા કોઇ કારણોસર કેન્‍દ્ર સુધી પહોંચવામાં તકલીફ ઉભી થાય તો તેમને પરિક્ષા કેન્‍દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી શહેર ટ્રાફિક શાખા નિભાવશે. આવા કોઇ પણ પરિક્ષાર્થીને મદદની જરૂર હોય તો ટ્રાફિક પોલીસ કન્‍ટ્રોલ રૂમના નં. ૯૦૫૪૩ ૩૫૯૨૫ ઉપર ફોન કરવાથી તુરત જ મદદ મળી જશે. તેમ ટ્રાફિક બ્રાંચના એસીપી વી. આર. મલ્‍હોત્રાએ જણાવ્‍યું છે. ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદની રાહબરી હેઠળ ટ્રાફિક બ્રાંચ ટ્રાફિક નિયમન ઉપરાંત લોકોસેવાના કામો પણ કરતી રહે છે.

(3:27 pm IST)