Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

રામનવમી નિમિત્તે શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિર ભુપેન્‍દ્રરોડ પર છપ્‍પન ભોગ સહિત ત્રિવિધ કાર્યક્રમ

(દર્શન મકવાણા-વિનુ જોશી દ્વારા) રાજકોટ ભુપેન્‍દ્રરોડ સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિર ખાતે આગામી તાં.૧૦ એપ્રિલને રવિવારના રોજ શ્રી રામનવમી , શ્રી હરિજયંતી તેમજ છપ્‍પનભોગના ત્રિવિધ કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે આ પ્રસંગે ધામેધામ થી સંતો મહંતોની વિશેષ ઉપસ્‍થિતિ રહેશે.જેમાં રવિવારે સવારે ૫.૩૦ કલાકે મંગળા આરતી ,સવારે ૬ થી ૭ મહાપૂજા તથા ધજાજીનું, પુજન,૭:૧૫ શણગાર આરતિ, ૭ થી ૮ શ્રી નીલકંઠ વર્ણીજી નો દુગ્‍ધાભિષેક , ૭:૩૦ ધજાજીની પ્રદક્ષિણા તથા આરોહણ, ૮ કલાકે દર્શન બંધ, ૧૧ કલાકે શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્‍ય ઉત્‍સવ, રાજભોગ આરતિ/ છપ્‍પન ભોગ આરતિ તથા શ્રીરામચંદ્ર ભગવાનના પ્રાગટ્‍યની આરતિᅠ બપોરે ૧૨ કલાકે સંધ્‍યા આરતી સાંજે ૭ કલાકે નિયમ ચેષ્ટા રાત્રે ૭:૧૫ કલાકે, શ્રીસ્‍વામિનારાયણ ભગવાનના પ્રાગટ્‍ય ઉત્‍સવની આરતી રાત્રે ૧૦:૧૦ કલાકે, બપોરના ૧૨ વાગ્‍યાથી રાત્રીના ૧૧ વાગ્‍યાં સુધી છપ્‍પનભોગના દર્શનનો બહોળી સંખ્‍યામાં હરિભકતો લાભ લેશે.આ પ્રસંગે કોરોનાની ગાઈડલાઇન ના પાલન સાથે માસ્‍ક અચૂક પહેરીને આવાનું રહેશે તેમ ભુપેન્‍દ્ર સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી શાષાી પૂ. રાધારમણ સ્‍વામી ની યાદીમાં જણાવાયું છે.

 

(3:27 pm IST)