Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

રવિપુષ્‍પામૃત યોગ અને રામનવમીનો શુભ સંગમ

કાલે રામનવમીએ આખો દિવસ અને રાત્રી રવિપુષ્‍યામૃત યોગ પણ છે. આથી આ વર્ષે રામનવમી પણ ઉત્તમ રહેશે. રવિવારે રામનવમીના દિવસે નવા વાહન, સોના ચાંદી, પુજાના સામાન, શ્રી યંત્ર, લક્ષ્મીયંત્રની ખરીદી કરવી. જમીન મકાનના સોદા કરવા નવી દુકાનનું મુહૂર્ત કરવું ચંડીપાઠ, હવન, પૂજા, જપ, કથા . બધુ જ આ દિવસે ઉત્તમ ફળ આપનાર બનશે. રવિવારે શુભ મુહૂર્તની યાદી ચોઘડિયા પ્રમાણે દિવસના ચોઘડિયા ચલ ૮:૦૭ થી ૯:૪૧,લાભ ૯:૪૧ થી ૧૧:૧૪, અમૃત ૧૧:૧૪થી ૧૨:૪૮, શુભ ૨:૨૨ થી ૩:૫૬.
રાત્રીના ચોઘડિયા શુભ ૭:૦૪ થી ૮:૩૦, અમૃત ૮:૩૦ થી ૯:૫૬ ચલ ૯:૫૬ થી ૧૧:૨૨, અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૩ થી ૧:૧૩ રામનામનો અર્થ રામ શબ્‍દમાં ત્રણ અક્ષર છે. ૨.અ.મ. ૨ એટલે અગ્નીબીજ જે અશુભ કર્મને બાળે છે. આ એટલે સૂર્યનું બીજ જે અહંકારનો નાશ કરે છે.
મ એટલે ચંદ્રનું બીજ જે આધી વ્‍યાધીની ઉપાધી હરે છે અને સર્વ સંતાપ દુર કરે છે. આમ રામનામનો મહિમા ઘણો છે. પૂજન : રામનવમીના દિવસે બપોરે ૧૨ વાગ્‍યે શ્રી રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું. એક બાજોઠ કે પાટલા ઉપર સફેદ વા પાઘરી અને તેના ઉપર શ્રી રામચંદ્ર ભગવાનની છબી રાખી બાજુમાં દીવો કરવો. ભગવાન રામચંદ્રને ચંદનનો ચાંદલો કરવો માતા સીતા, લક્ષ્મીજીને પણ ચાંદલો ચોખા કરવા ફ્‌લ અર્પણ કરવું. અબીલ ગુલાલ અર્પણ કરીને નવૈધમાં પંજરી ધરાવી ફળ ધરાવવા ત્‍યારબાદ આરતી કરી ભગવાનની પ્રાર્થના કરવી
શાસ્ત્રી રાજદીપ જોશી

 

(3:25 pm IST)