Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

નાનામવા રોડ શાષાીનગરમાં મોબાઇલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ધર્મેશ પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ કપાત લેનાર મયુર શાહની શોધખોળ

રાજકોટ તા. ૯ : નાનામવા રોડ શાષાીનગર અજમેરાની સામે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ નાનામવા મેઇન રોડ પર શાષાીનગરમાં એક શખ્‍સ ક્રિકેટ મેચ રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્‍સ દિપકભાઇ, મહેશ મંડને બાતમી મળતા શાષાીનગર અજમેરાની સામે દરોડો પાડી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ધર્મેશ હસમુખભાઇ અભાણી (ઉ.૪૩) (રહે. જલારામ-ર અમીધારા ફલેટ નં.૯ યુનિવર્સિટી રોડ) ને પકડી લઇ મોબાઇલ ફોન મળી રૂા.૧પ૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરી ક્રાઇમ બ્રાંચના એસ. પી. પાર્થરાજસિંહ ગોહીલ તથા પી. આઇ. જે. વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. બી.વોરા, હેડ કોન્‍સ ધિરેનભાઇ, અશોકભાઇ, સંજયભાઇ, કિરતસિંહ, મહેશભાઇ, ભગીરથસિંહ, ઉમેશભાઇ, દિપકભાઇ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે પુછપરછ કરતા કપાત લેનાર મયુર છબીલદાસભાઇ શાહનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છ.ે

(3:54 pm IST)