Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

વિજય પ્‍લોટમાં દૂધ લેવા જવાનું કહી ઘરેથી નિકળેલી હેતલ જરીયા ગુમ

રાજકોટ તા. ૯: વિજય પ્‍લોટમાં રહેતી યુવતી દૂધ લેવા જવાનું કહી ઘરેથી નીકળ્‍યા બાદ લાપતા થતા એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ વિજય પ્‍લોટ શેરી નં.ર૬ માં રહેતી હેતલ અજીતભાઇ જરીયા (ઉ.વ. ર૯) ગત તા. ર૯-૩ના રોજ પોતાના ઘરેથી દૂધ લેવા જાવ છું. કહી ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા એ ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. ભરતસિંહએ હાથ ધરી છે. યુવતીએ કોફી કલરની કુર્તી અને પોપટી કલરની સલવાર પહેરેલ છે. ડાબા હાથ તથા જમણા પગે પોલીયો છે જો કોઇને આ યુવતી જોવા મળે તો એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ફોન નંબર ૦ર૮૧-રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:23 pm IST)