Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

જમીન મામલે કાકા કંઇ સમજશે નહિ તેવું લાગતાં દિપકે ઝેરી દવા પી લીધી

મોરબી રોડ પર રહેતો યુવાન હોસ્‍પિટલના બિછાને પહોંચ્‍યો

રાજકોટ તા. ૯: મોરબી રોડ પર સીટી સ્‍ટેશન પાસે ગણેશનગર નજીક મફતીયાપરામાં રહેતાં દિપક દિનેશભાઇ પરમાર (ઉ.૨૨) નામના યુવાને ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

દિપક ત્રણ ભાઇ અને બે બહેનમાં ચોથો અને અપરિણીત છે અને ભાડાની રિક્ષા હંકારે છે. તેના માતા શાંતાબેને જણાવ્‍યું હતું કે અમારે ભાયુભાગની જમીન ખોરાણા ગામે આવેલી છે. મારા પતિ વારંવાર વાડીએ જવાનું રટણ કરતાં હોઇ અને ઘરેથી નીકળી જતાં હોઇ આજે પુત્ર દિપકે ઘરમાં વાત કરી હતી કે કાકા જમીનના ભાગ બાબતે કંઇ સમજે એવું લાગતું નથી. આ ચિંતામાં તેણે ઝેરી દવા પી લીધી હતી. દિપકના કાકા ગાંધી વસાહત સોસાયટીમાં રહે છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:22 pm IST)