Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

મવડી ઓવરબ્રીજ પાસેથી રીક્ષામાં કેમીકલના કેરબામાંથી દારૂનો જથ્‍થો કબ્‍જે

ડીસીપી ઝોન-૨ની એલસીબીને મવડી ઓરવબ્રીજ સુધી પીછો કર્યો : ચાલક રીક્ષા રેઢી મૂકી ભાગી ગયો : દારૂનો જથ્‍થો, બે પ્‍લાસ્‍ટીકના કેરબા અને રીક્ષા મળી રૂા. ૬૭,૨૪૦ની મતા કબ્‍જે

રાજકોટ,તા. ૯ : દોઢ સો ફુટ રોડ પર બીગ બજારથી ડીસીપી ઝોન-૨ની એલસીબીની ટીમે પીછો કરી મવડી ઓવરબ્રીજ પાસેથી રૂા. ૨૬ હજારના દારૂ ભરેલી રીક્ષા પકડી પાડી હતી. જ્‍યારે ચાલક નાશી જતા તેની શોધખોળ આદરી છે.

મળતી વિગત મુજબ દોઢ સો ફુટ રોડ પર બીગબજાર પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી રીક્ષા નીકળવાની હોવાની ડીસીપી ઝોન-૨ની એલસીબીની ટીમના કોન્‍સ. અમીનભાઇ ભલુર, કોન્‍સ. મનિષભાઇ સોઢીયા અને જયપાલસિંહ સરવૈયાને બાતમી મળતા બીગબજાર પાસે વાચમાં હતા. ત્‍યારે ત્‍યાંથી જીજે૩બીટી૧૫૪૧ નંબર રીક્ષા પસાર થતા પોલીસે તેને રોકવા જતા ચાલકે રીક્ષા ભગાવી મૂકી હતી. તુરત જ પોલીસે તેનો પીછો કરતા ચાલક મવડી ઓવરબ્રીજ પાસે રીક્ષા રેઢી મૂકી ભાગી ગયો હતો. બાદ પોલીસ. તપાસ કરતા રીક્ષામાં કેમીકલના બે પ્‍લાસ્‍ટીકના બેરલમાંથી રૂા. ૨૬,૯૪૦ની કિંમતની દારૂની ૪૭ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્‍થો, બે કેરબા અને એક ઓટો રીક્ષા મળી રૂા. ૬૭,૨૪૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. રીક્ષા ચાલકની શોધ ખોળ આદરી છે. આ કામગીરી પીએસઆઇ એ.એલ.બારસીયા, હેડ કોન્‍સ. વીરેન્‍દ્રસિંહ ઝાલા, મૌલીકભાઇ, હરપાલસિંહ, અમીનભાઇ, મનીષભાઇ તથા જયપાલસિંહ દ્વારા કરવામાં આવી છે.

(3:20 pm IST)