Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

કોઠારિયા સોલવન્‍ટ ફાટક પાસેથી દારૂની ૧૩ર બોટલ ભરેલી કારમાંથી જોગવડાનો છાત્ર વિપુલ પકડાયો

આજીડેમ પોલીસનો દરોડોઃ ધ્રાંગધ્રાના ગાજણવાવનો જીતેન્‍દ્ર ઉર્ફે જીત અને ધોળીધારનો હર્ષદ પરમારની શોધખોળ હાથ ધરી છેઃ દારૂનો જથ્‍થો કાર મળી રૂા.૪,૭૭,૮૦૦ નો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા. ૯ : ગોંડલ રોડ કોઠારીયા સોલવન્‍ટ ફાટક નજીકથી આજીડેમ પોલીસે બાતમીના આધારે કારમાંથી દારૂની ૧૩ર બોટલ સાથે ધ્રાંગધ્રાના જોગડવાના છાત્રાને પકડી લીધો હતો જયારે બે શખ્‍સો નાશી જતા શોધખોળ હાથ ધરી છ.ે

મળતી વિગત મુજબ ગુલાબનગરથી કોઠારીયા સોલવન્‍ટ તરફ દારૂ ભરેલી કાર પસાર થઇ હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્‍સ કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા અને જયપાલભાઇ બરાળીયાને બાતમી મળતા કોઠારીયા સોલવન્‍ટ ફાટક નજીક પસાર થતી એક જીજે-૧૩ એએચ-૯૮૧૧ નંબરની કે.યુ.પી.૧૦૦ કારને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂા.પર, ૮૦૦ ની કિંમતની દારૂની ૧૩ર બોટલ સાથે પકડી લઇ દારૂનો જથ્‍થો ત્રણ મોબાઇલ અને કાર મળી રૂા.૪,૭૭,૮૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. જયારે ધ્રાંગધ્રાના ગાજણવાવના જીતેન્‍દ્ર ઉર્ફે જીત કાનજીભાઇ પરમાર અને ધોળીધાર ાગમનો હર્ષદ કનુભાઇ પરમાર નાશી જતા બંનેની શોધખોળ આદરી છે પકડાયેલોવિપુલ રાઠોડ કોલેજમાં અભ્‍યાસ કરે છે. દારૂનો જથ્‍થો કયાંથી લાવ્‍યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ.વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.ડી.વાળા હેડ કોન્‍સ. કૌશેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા, જયપાલભાઇ બરાળીયા અને ભીખુભાઇ મૈયડ દ્વારા કરવામાં આવી હતી.

મવડી રોડ પરથી શ્‍યામ  દારૂ સાથે પકડાયો

મવડી મેઇન રોડ બાપાસીતારામ ચોક પાસેથી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.કે. રાજપુરોહીત સહિતના સ્‍ટાફે બાતમીના આધારે જી.જે.૩ જેએચ.ર૬૦૦ર નંબરનું બાઇક લઇને નીકળેલા શખ્‍સને શંકાના આધારે રોકી તલાશી લેતા તેની પાસેથી રૂા.૩૦૦૦ ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા શ્‍યામ જગદીશભાઇ ચૌહાણ (ઉ.ર૮) (રહે. ગાંધીગ્રામ ગાંધીનગર સોસાયટી શેરી નં. પ)ને પકડી લીધો હતો.

જયારે બીજા દરોડામાં વાવડી ગામના ગેઇટ પાસેથી નવઘણ પુંજાભાઇ માતકા (ઉ.ર૭) (રહે. કોઠારીયા) સોલવન્‍ટ ખુલ્લા પટના ઝુપડામાં મુળ જેતપુરને રૂા.૬૦૦ ની કિંમતના દારૂના ચાર ચપલા સાથે પકડી લીધો હતો.

(3:14 pm IST)