Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

મનપામાં ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીઝ શાખાની ભરતીમાં ગોલમાલના આક્ષેપો

પ્રેકટીકલ પરીક્ષા બાદ મેરીટ પાંચ મહિના બાદ પ્રસિધ્‍ધ કરાયું : શારીરિક કસોટીનું વિડીયો રેકોર્ડીંગ બતાવવા ઉમેદવારોની માંગ

રાજકોટ,તા ૯ : મનપામાં ગત વર્ષે ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વીસીઝ શાખામાં કલીનરકમ જુનીયર ફાયરમેનની ૨૪ જગ્‍યાઓ માટે રૂા. ૧૯,૯૫૦નો ફિકસ પગારે ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે આ ભરતીની શારીરિક પરિક્ષામાં ગોલમાલ થયાનો આક્ષેપ કરી પરીક્ષાનું વિડીયો રેકોર્ડીંગ બતાવવાની માંગ કરી છે.

આ અંગે આજે ‘અકિલા' કાર્યાલય ખાતે પોતાના પ્રશ્નની રજૂઆત માટે આવેલા મુલાકાતે આવેલ ઉમેદવારો રમેશભાઇ ઠાકોર અને જેસર વિજયભાઇએ ભરતી અંગે આક્ષેપ કરતા જણાવેલ કે, ગત વર્ષે નવેમ્‍બરમાં લેવામાં આવેલ પરીક્ષાનું મેરીટ હજી ગઇ કાલે જ બહાર પાડવામાં આવ્‍યુ છે. પરિક્ષામાં લેવાયેલ શારીરિક કસોટીમાં ગોલમાલ થઇ હોવાની શંકા  જણાઇ રહી છે. તંત્ર દ્વારા મેરીટના ૧ થી ૨૪ નંબરના ભરતી થયેલ ઉમેદવારોની શારીરિક કસોટીના વીડીયો રેકોર્ડીંગ બતાવવામાં આવે તેવી  માંગ પણ આ  ઉમેદવારોએ કરી છે.

(3:11 pm IST)