Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

ક્‍યા કોર્પોરેટરોએ કેટલી ગ્રાન્‍ટ વાપરી : માહિતી

ત્રણ પદાધિકારીએ વિશેષ પુરેપુરી ગ્રાન્‍ટ વાપરી
મેયરને ૬ લાખ તથા ડે.મેયર, સ્‍ટે. ચેરમેન તથા વિપક્ષી નેતાને ૪.૫૦ લાખની ગ્રાન્‍ટનો તમામ ૧૮ વોર્ડમાં ખર્ચ કરી શકે છે
રાજકોટ : મેયરને વાર્ષિક વધારાની છ લાખ રૂપિયા, જયારે ડેપ્‍યુટી મેયર, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષના નેતાને રૂ ૪.૫૦ લાખની વધારાની ગ્રાન્‍ટ મળે છે. આ ગ્રાન્‍ટનો ઉપયોગ તે શહેરના કોઇપણ વોર્ડમાં વિકાસ કામો માટે કરી શકે છે. આ ટર્મનાં પ્રથમ વર્ષમાં મેયર પ્રદિપ ડવએ મેયરના હોદાની રૂએ તરીકે મળતી વધારાની ૬ લાખની ગ્રાન્‍ટમાંથી ૬ લાખ પુરા  વાપર્યા છે.  ડે.મેયર ડો.દર્શિતાબેનએ વધારાની રૂ ૪.૫૦ લાખની ગ્રાંટમાંથી ૪,૪૯,૩૦૦  ખર્ચયા છે. સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પુષ્‍કર પટેલ ૪.૫૦ લાખની ગ્રાંટમાંથી  ૪,૩૬,૬૪૯ની ગ્રાન્‍ટ જ વાપરી શક્‍યા છે. વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીને વિપક્ષ નેતા તરીકે તેઓને મળતી રૂ ૪.૫૦ લાખની વધારાની ગ્રાન્‍ટમાંથી તેઓએ ૪,૪૯,૬૪૩નો ઉપયોગ કર્યો છે. પદાધિકારીઓ પોતાને મળતી ગ્રાન્‍ટ તમામ ૧૮ વોર્ડ વર્ષમાં ખર્ચ કરવા માટે મુક્‍ત હોય છે.

 

(2:50 pm IST)