Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

મનપાના ૨૬ નગરસેવકો ગ્રાન્‍ટ વાપરવામં ઉણા ઉતર્યા!

કોર્પોરેટરોને પોતાના વોર્ડનાં વિસ્‍તારોમાં વિકાસકામો માટે એક વર્ષમાં રૂા. ૧૫ લાખની ગ્રાન્‍ટ ફાળવાઇ છેઃ ૧૭ કોર્પોરેટરોએ પુરેપુરી ગ્રાન્‍ટ વાપરીઃ અનેક કોર્પોરેટરોની ૪,૧૪,૨૩૦ થી રૂા.૬ સુધીની ગ્રાન્‍ટ બિનઉપયોગી પડી રહી : આ વર્ષે તમામ નગરસેવકોએ ૧૫ લાખમાંથી ૫ લાખની ગ્રાન્‍ટ કોવીડનાં ખર્ચમાં વાપરી

રાજકોટ તા. ૯ : મનપાનાં નગરસેવકોને પોતાના વોર્ડમાં વિવિધ વિકાસ કામો માટે ફાળવવામાં આવતી એક વર્ષમાં રૂા. ૧૫ લાખની ગ્રાન્‍ટ વાપરવામાં કંજુસાઇ કરી છે.કેમ કે તેઓનીે આ ટર્મમાં માર્ચ ૨૦૨૨ સુધીની રૂા.૧૪,૯૮,૯૫૦થી ૧૦,૮૫,૭૭૦ની ગ્રાન્‍ટ લેપ્‍સ જવા પામી છે. જયારે ૪૮ કોર્પોરેટરોએ રૂા. ૧૪,૯૯,૯૮૪ થી રૂ. ૧૫,૦૦,૦૦૦ની ગ્રાન્‍ટનો ઉપયોગ કર્યો છે.  માત્ર ૧૭ કોર્પોરેટરો જ પૂરેપૂરા ૧૫ લાખનો ઉપયોગ કરી શકયા છે. જ્‍યારે બાકીના કોર્પોરેટરોની રૂા. ૦૬થી લઇ ૪,૧૪,૨૩૦ સુધીની ગ્રાન્‍ટ બિનઉપયોગી પડી રહી છે. આ વર્ષે તમામ નગરસેવકોએ૧૫ લાખ માંથી ૫ લાખની ગ્રાન્‍ટ કોવીડનાં ખર્ચમાં વાપરી હતી. બાકીનાં ૧૦ લાખ માંથી વિવિધ વિકાસ કામો માટે ખર્ચ કર્યો છે.
 ક્‍યાં કોર્પોરેટરની કેટલી ગ્રાન્‍ટ વપરાઇ છે અને કેટલી બિનઉપયોગી પડી રહી તે અંગે સત્તાવાર પ્રાપ્‍ત આંકડાકીય વિગતો આ મુજબ છે.
વોર્ડના વિકાસ કામો ન અટકે તે માટે ગત ટર્મથી નગરસેવકોને અપાતી વાર્ષિક રૂપિયા ૧૦ લાખની ગ્રાન્‍ટ વધારીને રૂ ૧૫ લાખ કરવામાં આવી હતી. મહાપાલિકાના કુલ ૧૭ કોર્પોરેટર એવા છે જે પૂરેપૂરી ૧૫ લાખની ગ્રાન્‍ટ વાપરી શકયા છે. જેમાં અશ્વિન પાંભર, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્‍યાય, પુષ્‍કર પટેલ, જીતુભાઇ કારોડીયા, અસ્‍મિતાબેન દેલવાડીયા, મીતલબેન લાઠીયા, ડો. પ્રદિપ ડવ, મગનભાઇ સોરઠીયા, પરેશ ડી. પીપળીયા, રસિલાબેન સાકરીયા, દેવુબેન જાદવ, ભાવેશ દેથરીયા, રૂચિતાબેન જોશી, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, બાબુભાઇ ઉધરેજાનો સમાવેશ થાય છે.
બીજી તરફ અનેક નગરસેવકો એવા છે જેઓની રૂા. ૫થી રૂા. ૧૦૫૦ સુધીની ગ્રાન્‍ટ લેપ્‍સ જાય છે. જેમાં ડો. દર્શિતાબેન શાહ, મીનાબા જાડેજા, મનીષભાઇ રાડીયા, જયમીન ઠાકર, અલ્‍પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, જયશ્રીબેન ચાવડા, દેવાંગ માંકડ, નેહલ શુકલ, જયાબેન ડાંગર, સોનલબેન સોલારા, નિતીન રામાણી, સુરેન્‍દ્રસિંહ વાળા, કેતન ઠુંમર, અનિતાબેન ગૌસ્‍વામી, કિર્તીબા રાણા, રવજીભાઇ મકવાણા, વિનુભાઇ ધવા, જ્‍યોત્‍સનાબેન ટીલાળા, વિનુભાઇ સોરઠીયા, કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, વજીબેન ગોલતરા, દિલીપભાઇ લુણાગરીયા, મંજુબેન કુગશીયા, મકબુલભાઇ દાઉદાણી, સુરેશ વસોયા, સંજયસિંહ રાણા તથા સંદિપ ગાજીપરાનો સમાવેશ થાય છે.
જ્‍યારે ૨૬ કોર્પોરેટરોની રૂા. ૧૪૭૫થી રૂા. ૪,૧૪,૨૩૦ સુધીની ગ્રાન્‍ટ બિનઉપયોગી નિવડી છે. જેમાં નરેન્‍દ્રસિંહ જાડેજા, વર્ષાબેન પાંધી, ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, નિલેશ જલુ, દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયા, હિરેન ખિમાણીયા, અલ્‍પેશ મોરજરીયા, ડો. દર્શિતાબેન પંડયા, પ્રિતીબેન દોશી, બીપીનભાઇ બેરા, ડો. રાજેશ્વરીબેન ડોડીયા, ચેતનભાઇ સુરેજા, નરેન્‍દ્રસિંહ વાઘેલા, ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ, રણજીતભાઇ સાગઠિયા, કાળુભાઇ કુગશીયા, હાર્દિક ગોહેલ, ભાનુબેન સોરાણી, કોમલબેન ભારાઇ, વશરામભાઇ સાગઠીયા, કંચનબેન સિધ્‍ધપુરા, નરેન્‍દ્રભાઇ ડવનો સમાવેશ થાય છે.

 

(2:47 pm IST)