Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

મંગળવાર સુધી આંશિક રાહતઃ બુધ થી શનિ ગરમી ત્રાહીમામ પોકારશે

વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલ કહે છે કે તા. ૯ થી ૧૨ હાલ જે ગરમી છે તેનાથી એક થી દોઢ ડિગ્રીનો ઘટાડો રહેશે : ત્‍યારબાદ તા. ૧૩ થી ૧૬ સુધી પારો ૪૩ થી ૪૫ ડિગ્રીએ પહોંચી જશે : સોમથી આખુ સપ્‍તાહ ઝાકળવર્ષા જોવા મળશે આકરા તાપ - ગરમીથી હાલ તો છૂટકારો મળશે જ નહિં

રાજકોટ, તા. ૯ : આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. પરંતુ આવતા સપ્‍તાહમાં પણ ગરમીમાં રાહત મળવાની સંભાવના નથી. આવતા મંગળવાર સુધી ગરમીમાં હાલ જે તાપમાન છે તેના કરતાં એક થી દોઢ ડિગ્રીની આંશિક રાહત જોવા મળશે. પરંતુ તા.૧૩ થી ૧૬ દરમિયાન ફરી હિટવેવનો માહોલ રહેશે. પારો ૪૩ થી ૪૫ ડિગ્રીએ પહોંચી જશે. આગામી સોમવારથી આખુ સપ્‍તાહ સવારના ભાગમાં ઝાકળવર્ષા પણ જોવા મળશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યુ છે.

તેઓએ જણાવેલ કે છેલ્લા બે દિવસથી ફુલ ગરમીનો રાઉન્‍ડ ચાલુ છે. ઘણા વિસ્‍તારોમાં હિટવેવનો માહોલ પણ જોવા મળેલ છે. જેમાં ગઈકાલે સુરેન્‍દ્રનગર ૪૪.૫, અમદાવાદ ૪૪, અમરેલી ૪૪, રાજકોટ ૪૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયેલ. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી ગણાય. જેથી આ તમામ સેન્‍ટરોમાં હિટવેવનો માહોલ જોવા મળેલ. તેવી જ રીતે ડિસામાં ૪૩.૮ ડિગ્રી હતુ જે નોર્મલથી ૬ ડિગ્રી ઉંચુ હતું. કચ્‍છ-ભુજમાં ૪૨.૪ ડિગ્રી નોંધાયેલ. જે નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ હતું.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૯ થી ૧૬ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આ આગાહીના દિવસોમાં તા. ૯ થી ૧૨ શનિ થી મંગળવાર દરમિયાન હાલ જે તાપમાન છે તેના કરતાં એક થી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ત્‍યારબાદ તા. ૧૩ થી ૧૬ એપ્રિલ ગરમીનો આકરો રાઉન્‍ડ આવશે. પારો ૪૩ થી ૪૫ ડિગ્રીએ પહોંચી જશે. હાલ પવન મુખ્‍યત્‍વે પヘમિની રહે છે આગામી સમયમાં દરરોજ પવનની ગતિ બપોર બાદ વધુ જોવા મળશે.

અશોકભાઈ વધુમાં જણાવે છે કે હાલમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ બિલકુલ ઘટી જાય છે. લૂ ફૂંકાય છે. જયારે સવારનો ભેજ મધ્‍યમ રહે છે. આવતીકાલથી સવારના ભાગમાં ભેજનું પ્રમાણ વધતુ જશે. શરૂઆતમાં કચ્‍છના સીમીત વિસ્‍તારોમાં ઝાકળવર્ષા જોવા મળશે. તા.૧૧ થી ૧૬ કચ્‍છની પヘમિ દરિયાઈપટ્ટી દ્વારકાથી સમગ્ર દરીયાઈ પટ્ટી તેમજ પヘમિ સૌરાષ્‍ટ્રના ઘણા ભાગોમાં સવારે ઝાકળવર્ષા જોવા મળશે. સવારે ઝાકળ વધુ હોવા છતાં બપોરના સમયે ભેજનું પ્રમાણ ૧૦ થી ૧૨% જ જોવા મળશે. ૧૧મી સુધી કયારેક કયારેક છૂટાછવાયા વાદળો પણ જોવા મળે.

(2:42 pm IST)