Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

મોટીવેશનલ સ્‍પીકર પારસ પાંધીનો કાર્યક્રમ ‘જલસો'

હેમુગઢવી હોલ ખાતે તા. ૧૬ શનિવારે : આયોજકો બંટીભાઇ પટેલ, કિશનભાઇ ટીલવા, હિરેનભાઇ વામજા, જયોતિબેન ટીલવા અને બ્રિન્‍દાબેન પટેલે માહિતી આપી : પારસ પાંધી એટલે એક એવું નામ જે આજના યુવાનો, અને નવી પેઢીના તરવરિયા યંગ બિઝનેસ વ્‍યક્‍તિના હૈયામાં વસ્‍તુ મનગમતું પાત્ર

હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર મોટીવેશનલ સ્‍પીકર પારસ પાંધીના કાર્યક્રમ જલસા અંગે ‘અકિલા' કાર્યાલય ખાતે મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને આયોજકો બંટીભાઇ પટેલ, કિશનભાઇ ટીલવા, જયોતિબેન ટીલવા અને બ્રિન્‍દાબેન પટેલે માહિતી આપી હતી

રાજકોટ,તા. ૯: આજના ઝડપી યુગમાં લોકોની જીવન શૈલી એટલી બધી પડકારરૂપ થઇ ગયી છે, જેના પરિણામે આજનો માનવ તણાવ ભરી જિંદગી માંથી પસાર થઇ રહ્યો છે. આવી ચેલેંજ પૂર્વકની જીવન શૈલી ને લઈને આજનો માનવી સાંસારિક, વ્‍યવસાયિક તેમજ સામાજિક વ્‍યવહારમાં અનેકાનેક પ્રશ્નો સામે ઝઝુમી રહ્યો હોય ત્‍યારે દરેકને એ વિષમ પરિસ્‍થિતિમાંથી સફળતા પૂર્વક આગળ વધવા માટે અવરોધોનો સામનો કરવો પડતો હોય છે, અને ક્‍યારેક વર્ણᅠ ઉકેલાયેલ પ્રશ્નો માટે નવો રસ્‍તો શોધતો હોય છે . પારસ પાંધી એક એવું વ્‍યક્‍તિત્‍વ છે જેની પાસે થી આ બધી વિષમᅠ સમસ્‍યાઓના નિવારણ માટે કંઈક ન કંઈકᅠ રીતે ઉર્જાસ્ત્રોત્ર માટે નો પુષ્‍કળ ભંડાર છે. પારસ પાંધીની મોટીવેશન સ્‍પીચ એક વાર સાંભળવાથી વ્‍યાકુળતા માંથી સાનુકૂળતા ની એનર્જી મળે છે અને જીવનના અઘરા પ્રશ્નોને પણ હલ કરવા માટેનું બળ મળે છે .ᅠ

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાવત બેવરેજીસના ચંદુભાઈ ્રૂ ચેતનભાઇ,પાન હેલ્‍થ કેરના મનસુખભાઈ્રૂ ચિરાગભાઇ,મોટો સિરામિકના વિશાલભાઈ ઘોડાસરા,સિલ્‍વર એવન્‍યુ ગ્રુપના, સનહાર્ટના ગોવિંદભાઈ વરમોરાᅠ, ગોપાલ નમકીનના બિપીનભાઈ હદવાણી,ઓપો મોબાઇલના,ગ્‍લોબલ પબ્‍લીસીટીના જયદીપભાઇ રેણુકા,ઘનશ્‍યામભાઈ હેરભાᅠ,મુરલીધર ફાર્મના વિરમભાઇ હુંબલᅠ,ઇનોવેટીવ સ્‍કુલના હિરેનભાઈ ખીમાણીયાᅠᅠ,શ્રદ્ધા હોસ્‍પિટલના ડો. ભાવેશભાઈ વિઠલાણી,પુનિતભાઈ ચોવટીયાનો સહયોગ મળ્‍યો છે.

શહેરની જનતાને બંટીભાઈ, કિશનભાઇ ટીલવા, વિશાલભાઈ પટેલ, જયોતિબેન ટીલવા અને બ્રિન્‍દાબેન પટેલે મીડીયા પાર્ટનાર ‘અકિલા' કાર્યાલયની મુલાકાત દરમિયાન જણાવેલ કે, પારસ પાંધી જેવા વ્‍યક્‍તિ સાથે રૂબરૂ થવાનો અવસર મળી રહ્યો છે . રાજકોટ શહેર ની જનતા આ કાર્યક્રમનો અચૂક લાભ મેળવે એવી આયોજકની લાગણી છે. આ કાર્યક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે પાસ માટે ઉમીયા મોબાઈલ-એસ્‍ટ્રોન ચોક બ્રાન્‍ચ માયા કોમ્‍પ્‍લેક્‍સ, ગ્રાઉન્‍ડ ફ્રોલર શોપ નો. ૨, ૩,, સરદાર નગર મેઈન રોડ, ગોંડલ રોડ બ્રાન્‍ચ-ઓપ્‍પો. લાઠીયા મોટર ગેરેજ, ગોંડલ રોડ, પંચાયત ચોક બ્રાન્‍ચ શોરૂમᅠ નો. ૧,  બાજુ પંચાયત નગર બસ સ્‍ટોપ, યુનિવર્સિટી રોડ મવડીᅠ રોડ બ્રાન્‍ચ- શોપ નો. ૭/૮, ગ્રાઉન્‍ડ ફલોર, સ્‍વર્ણ ભૂમિ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે, જીવરાજપાર્ક, મવડી, મો. ૭૪૩૫૦ ૧૧૧૧૦.

(2:42 pm IST)