Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

વિહિપ-બજરંગદળ દ્વારા કાલે રામલલ્લાની પાલખી યાત્રા

પંચનાથ મંદિરેથી પ્રસ્‍થાન : મુખ્‍યમાર્ગો પર ફરી કોઠારીયા નાકા ગરૂડની ગરબી ચોકમાં સમાપન

રાજકોટ તા. ૯ : આવતીકાલે રામનવમી છે. ભગવાન શ્રીરામનો જન્‍મોત્‍સવ ધામધુમથી ઉજવાશે. ત્‍યારે વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રાજકોટમાં શ્રીરામલલ્લાની પાલખીયાત્રાનું આયોજન કરાયુ છે.

આ યાત્રાનું શહેરમાં રાજમાર્ગો પર ઠેરઠેર સ્‍વાગત, અભિવાદન કરાશે. ધર્મપ્રેમીજનતા પણ મોટી સંખ્‍યામાં જોડાઇ ભગવાન રામના જન્‍મોત્‍સવના વધામણા કરશે. યાત્રાના રૂટને ભગવા ધ્‍વજ દ્વારા કેસરીયા માહોલમાં ફેરવી દેવાયો છે.

કાલે સવારે ૯ કલાકે પંચનાથ મહાદેવ મંદિર ખાતે ધર્મસભા રાખેલ છે. બાદમાં આ પાલખી યાત્રાને પ્રસ્‍થાન કરાવાશે. ભગવાન શ્રીરામ સ્‍વયં શહેરના રાજમાર્ગો ઉપર વિચરણ કરી ભકતોને દર્શનનો લ્‍હાવો આપશે. ઢોલ-નગારા, ફલોટ, ડી.જે. બાઇક સવારી, બજરંગદળના સ્‍વયં સેવકો, દુર્ગાવાહીનીના બહેનો, અલગ અલગ સમાજના આગેવાનો, સંસ્‍થાના કાર્યકરો તેમજ વાલ્‍મીકી સમાજના ધર્મગુરૂ શ્રી ચીમનાજી મહારાજના આશીર્વચન સાથે વાલ્‍મીકી સમાજ પણ બહોળી સંખ્‍યામાં જોડાશે.

આ પાલખી યાત્રા નિયત રૂટ પર ફરી કોઠારીયા નાકા ગરૂડની ગરબી ચોકમાં વિરામ લેશે.

યાત્રા દરમિયાન પાલખી યાત્રા પ્રસ્‍થાનની વ્‍યવસ્‍થા પંચનાથ મંદિર દ્વારા કરવામાં આવી છ.ે સાત હનુમાન મંદિર દ્વારા તથા પવન કુરીયર દ્વારા સ્‍વાગત કરાશે. હરીહર ચોકમાં એનીમલ હેલ્‍પલાઇન દ્વારા, મહાત્‍મા ગાંધીજીના પૂતળા પાસે ભાજપ તથા શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા સ્‍વાગત કરાશે. ધર્મેન્‍દ્રરોડ વેપારી એસોસીએશન દ્વારા છાશ વિતરણ કરાશે. લાખાજીરાજ રોડ પ્રણામી મંદિર દ્વારા ફુલહારથી સ્‍વાગત કરાશે. નવાનાકા સીંધી કાપડ બજાર એસોસીએશન દ્વારા સરબત વિતરણ, સોની બજાર વેપારીઓ દ્વારા ફુલહારથી સ્‍વાગત કરાશે. ગરૂડની ગરબી ચોકમાં બજડા બજરંગ મિત્ર મંડળ તેમજ હરીરામ સત્‍સસંગ મંડળ દ્વારા ઢોલનગારાના નાદ સાથે યાત્રાનું સ્‍વાગત કરાશે.

પાલખી યાત્રાના નિયત રૂટ મુજબ પંચનાથ મંદિરેથી પ્રસ્‍થાન સવારે ૧૦ કલાકે, હરીહર ચોક ૧૦.૦૫ કલાકે, મહાત્‍મા ગાંધી પુતળા પાસે ૧૦.૧૫ કલાકે, નાગરીક બેંક ચોક ૧૦.૨૫ કલાકે, ધર્મેન્‍દ્ર રોડ ૧૦.૩૫ કલાકે, લાખાજીરાજ રોડ ૧૦.૫૦ કલાકે, પ્રહલાદ ટોકીઝ ૧૧ કલાકે, નવા નાકા ૧૧.૦૫ કલાકે, સોની બજાર ૧૧.૧૦ કલાકે, કોઠારીયા નાકા પોલીસ ચોકી ૧૧.૨૦ કલાકે અને ગરૂડની ગરબી ચોકમાં ૧૧.૩૦ કલાકે સમાપન થશે.

ગરૂડની ગરબી ચોકમાં સહદેવસિંહ ડોડીયા દ્વારા ફળાહાર કરાવાશે. યાત્રા સમાપન બાદ રામજન્‍મોત્‍સવની ભવ્‍ય આરતી થશે.

સમગ્ર ધર્મયાત્રાને સફળ બનાવવા વિહિપ બજરંગદળના શાંતુભાઇ રૂપારેલીયા, અશોકસિંહ ડોડીયા, મનોજભાઇ ડોડીયા, વનરાજભાઇ ગરૈયા, પરેશભાઇ રૂપારેલીયા, સુશીલભાઇ પાંભર, હર્ષભાઇ વ્‍યાસ, હેમલભાઇ ગોહેલ, આશિષભાઇ શેઠ, પરેશભાઇ લીંબાસીયા, પ્રભાતભાઇ આહિર, અલપેશભાઇ મોરાણીયા, યોગેશભાઇ ચોટલીયા, રમેશભાઇ લીંબાસીયા, સંદીપભાઇ આસોદરીયા, અવિનાશભાઇ કાનસે, હર્ષિતભાઇ ભાડજા, અવધભાઇ પારેખ, આલાપભાઇ બારાઇ, દિપકભાઇ ગમઢા, રશ્‍મિનભાઇ પટેલ, ગૌરાંગભાઇ ડાભી, જીતેશભાઇ રાઠોડ, હિરેનભાઇ માંડલીયા, રામભાઇ સાંખલા, અશોકભાઇ હરસોરા, માનસભાઇ પરમાર, મનોજભાઇ કદમ, હિનેશભાઇ મકવાણા, બ્રિજેશભાઇ લોઢીયા, હિરેનભાઇ ચેલાણી, અલ્‍પેશભાઇ નાંઢા, કૌશિકભાઇ ગોહેલ, વિમલભાઇ લીંબાસીયા, દિપકભાઇ માનસુરીયા, હાર્દીકભાઇ વાઘેલા, વિરલભાઇ વડગામા, બ્રિજેશભાઇ નથવાણી, મનીષભાઇ વડેરીયા, હરેશભાઇ ચૌહાણ, નિતેશભાઇ કથીરીયા, રાહુલભાઇ જાની, વિનુભાઇ ટીલાવત, હસુભાઇ ચંદારાણા, ધનરાજભાઇ રાઘાણી, હેનીલભાઇ પરમાર, પ્રથમભાઇ વાઘેલા, હિરલબેન જાની, ભાર્ગવીબેન ભટ્ટ, મિતાબેન સોમૈયા, દક્ષાબેન વાઘેલા, ડો. પૂજાબેન રાઠોડ, માલતીબેન સાતા, આશાબેન શેઠ, ભાવનાબેન આપા, અમીબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યાનું મીડિયા ઇન્‍ચાર્જ પારસભાઇ શેઠની યાદીમાં જણાવાયુ છે.

(2:40 pm IST)