Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

રાજકોટ એસ.ટી. દ્વારા આજથી એઇમ્‍સ જવા અને આવવા માટે રાઉન્‍ડ ધ કલોક બસ સેવા

વાહન વ્‍યવહાર મંત્રી અને કલેકટર દ્વારા ઉદઘાટનઃ ભાડુ ૧૬ રૂપિયા

રાજકોટ તા. ૯ :.. ગુજરાતની એકમાત્ર એઇમ્‍સ હોસ્‍પીટલ ખાતે આવવા જવા માટે રાજકોટ એસ. ટી. તંત્ર દ્વારા દર્દીઓ માટે બસ સેવાની મહત્‍વની શરૂઆત કરાઇ છે, રાજકોટ બસ પોર્ટથી એઇમ્‍સ હોસ્‍પીટલ જવા તથા રિટર્ન આવવા માટે, મીની બસ સર્વિસ આજ રોજ વાહન વ્‍યવહાર મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, તથા રાજકોટ કલેકટરશ્રી અરૂણ મહેશબાબુના હસ્‍તે શરૂ કરાઇ છે.

બસ પોર્ટથી એઇમ્‍સ હોસ્‍પીટલ સુધી સવારે ૭.૪પ, ૯.૧પ, ૧૧.૦૦, બપોરે ૧ વાગ્‍યે અને રાા વાગ્‍યે મળશે જયારે ૧૪.૩૦ એ એઇમ્‍સ હોસ્‍પીટલથી બસ સવારે ૮.૩૦ કલાકે ૧૦ કલાકે, ૧૧.૪પ કલાકે, બપોરે પોણા બે વાગ્‍યે અને ૩.૩૦ કલાકે મળશે આ બસોનું ભાડુ ૧૬ રૂપિયા જાહેર કરાયું છે. 

(3:10 pm IST)