Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

સાવધાન, ભુલે ચૂકે પણ ચાઈલ્‍ડ પોનોગ્રાફી ડાઉનલોડ ન થઈ જાય, બિનજામીન લાયક ગુન્‍હો બને છે

રાજકોટ રેન્‍જ સાયબર સેલ પીઆઈ આર.જે.રામ સાવચેતીના સુરો રેલાવે છે

રાજકોટઃ ચાઈલ્‍ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી, પાસે રાખવી કે શેર (તત્રર્્ીશ્વફૂ) કરવીએ કાનૂની અપરાધ છે. આ ગુનો બિન જામીનલયક છે.  ગુનો સાબિત થયે  ૫ વર્ષ કેદની અને ૧૦ લાખ રૂપિયા દંડ ની જોગવાઈ છે.  જો કોઈ પણ વ્‍યકિત સોશિયલ મીડિયામાં ચાઇલ પોર્નોગ્રાફી તત્રર્્ીશ્વફૂ કરે તો જે તે કંપનીના રિપોર્ટ આધારે સાયબર ક્રાઇમ પોલીસ જે તે વ્‍યકિત ઉપર ગુનો દાખલ કરી શકે છે.

 આવુ કોઈ પણ કન્‍ટેન્‍ટ પોતાની પાસે રાખવું નહિ. નહિતર તમારી વિરુદ્ધ પણ આ ગુન્‍હો દાખલ થઈ શકે છે.  નાની બાળાઓ ઉપરના દુષ્‍કળત્‍યો પાછળ મહદ અંશે આ ચાઇલ પોર્નોગ્રાફી જવાબદાર હોય છે. આવા વિકળત લોકો ચાઈલ્‍ડ પોર્નોગ્રાફી જોઈને વધુ વિકળત બની બાલિકાઓને ભોગ બનાવી શકે છે.  જેથી આ દુષણ સદંતર બંધ થવું જરૂરી છે.  જો તમારી પાસે આવું કન્‍ટેન્‍ટ હોય કે આવે તો તરત જ ડીલીટ કરી નાખવું.

જાણકારી જનહિતમાં જારીઃ આર.જે.રામ પોલીસ ઇન્‍સ્‍પેકટર, રાજકોટ રેન્‍જ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન.

(11:36 am IST)