Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

જિલ્લા બેંકના ગેરવહીવટ અંગે પગલા લેવા માટે સરકાર સક્ષમ નથી ? ઢાંકેચા જુથનો ફરી પોકાર

ભરતી, ચૂંટણી પ્રક્રિયા, મિલકત વેંચાણ વગેરે મુદ્દા ઉઠાવી સરકારને વધુ એક વખત રજુઆતઃ કાનુની લડતની તૈયારી

રાજકોટ, તા., ૮:  જિલ્લામાં સહકારી ક્ષેત્રના ભાજપના બે જુથો વચ્‍ચેની લડાઇ  આગળ વધી રહી છે.   જિલ્લા સહકારી બેંકના વહીવટ બાબતે ચેરમેન જયેશ રાદડીયા સામે મેદાને પડેલા ભાજપના ઢાંકેચા જુથે અગાઉ બે વખત સરકારને લેખિત રજુઆત કર્યા બાદ ફરી ત્રીજી વખત રજુઆત કરી પગલા લેવા માંગણી કરી છ. પરસોતમભાઇ સાવલીયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, વિજય સખીયા વિગેરેએ સંયુકત રીતે રાજયના સહકાર સચિવ,  રજીસ્‍ટાર વગેરેને પત્ર પાઠવ્‍યો છ. જેમાં બેંકની ભરતી, મિલ્‍કતનું વેચાણ, ચૂંટણી પ્રક્રિયા, સહકારી મંડળી સાથેનો વ્‍યવહાર વગેરે મુદ્દા આવરી લીધા છે. જો હવે સરકાર તપાસ કરી પગલા ન ભરે તો કાનુની લડત કરવાની તૈયારી રાખી છે.
ઢાંકેચા જુથના આ સહકારી આગેવાનોએ સરકારી તંત્રને પત્ર પાઠવી જણાવ્‍યું છે કે અગાઉ અમે ર ફેબ્રુઆરી અને ૩ માર્ચે આ મુદ્દે રજુઆત કરી છે. શું રાજકો   જિલ્લા બેંકને સહકારી કાયદાની જોગવાઇમાંથી મુકિત આપવામાં આવેલી છે?  જયેશ રાદડીયાએ બેંકના ચેરમેન પદ પર રહેલી કરેલી અનિયમીતતા બદલ કાર્યવાહીમાંથી મુકિત આપેલી છ. અમે સરકારના ધ્‍યાન પર લાવ્‍યા છીએ કે બેંકના વર્તમાન ચેરમેન દ્વારા બોર્ડની ચૂંટણીમાં ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. એક તાલુકામાં નોંધાયેલ મંડળીઓનો ઉલ્લેખ એક મતદાર મંડળમાં કરવો જોઇએ. રાજકોટ બેકમાં આ પ્રથા અનુસરવામાં આવી નથી.  બેકના ચેરમેન દ્વારા રાજકીય પ્રભાવનો ઉપયોગ કરી મતદાર યાદી તૈયાર કરવામાં  નિયમભંગ કરવામાં આવ્‍યો છ. જે તે સમયે તેઓ રાજયના કેબીનેટ મંત્રી હતા. રજુઆતો કરવા છતા અમને મંડળીના સભ્‍યો તરીકે  દસ્‍તાવેજો બતાવવામાં આવતા નથી.
ઢાંકેચા સહીતના અગ્રણીઓએ રજુઆતમાં આક્ષેપ કર્યો છે કે બેંક વૈદ્યનાથન સમીતીની ભલામણોને અનુસરતી નથી. દર વરસે પટાવાળાની જગ્‍યા પર પાછલા બારણેથી લાભ લઇ ભરતી કર્યા બાદ કલાર્ક અને અન્‍ય પદ બઢતી આપવામાં આવે છે. વિઠ્ઠલભાઇ અને જયેશ રાદડીયાના વખતમાં  ૯૦૦ જેટલી આવી ભરતી થઇ છે. વાર્ષીક સામાન્‍ય સભામાં સભ્‍યોને માત્ર ટુંકો અહેવાલ  આપવામાં આવે છે. બેંકની નાણાકીય સ્‍થિતિનું યોગ્‍ય ચિત્ર અપાતુ નથી. અમારી રજુઆત બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. નાબાર્ડનું કહેવું છે કે આ ફરીયાદ રાજય રજીસ્‍ટારના કાર્યક્ષેત્રમાં આવે છે. રાદડીયાના રાજકીય દબાણના કરણે સતાધીશો દ્વારા પગલા લેવામાં આવતા નથી. પ્રાથમિક સહકારી મંડળીઓમાં એવી સામાન્‍ય છાપ ઉભી થાય છે કે બેંકના વર્તમાન ઉપાધ્‍યક્ષ  ધારાસભ્‍ય છે. સરકાર કોઇ પગલા લેવા સક્ષમ નથી.આ કોઇ નાની બેંક નથી. જેમાં જાહેરહીત અને ખેડુતોનું હીત છે તેથી બેંકની બાબતમાં રજુઆત સંદર્ભે સ્‍વતંત્ર તપાસ હાથ ધરવી જરુરી છે. જયારે બેંક માટે નવી ઇમારતનું બાંધકામ કર્યુ ત્‍યારે જુની ઇમારત બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે વેચવામાં આવી છે. અધ્‍યક્ષે બેંકને મોટુ આર્થીક નુકશાન પહોંચાડયું છે.   જિલ્લા રજીસ્‍ટાર બેંકના નિયામક તરીકે ફરજ બજાવવામાં નિષ્‍ફળ રહયા છે.

 

(3:06 pm IST)