News of Thursday, 8th March 2018

કૂકીંગ કિડોઝ દ્વારા એપ્રિલમાં બે દિવસીય રસોઈ વર્કશોપ

કલર્સ ગુજરાતી રસોઈ શોના કૂકીંગ એકસપર્ટ જેનીસ પરમાર અવનવી વાનગીઓ બનાવતા શીખવશે : મેકસીકન કયુઝન, સિઝલર્સ જેવી વાનગીઓ બનાવતા શીખવુ હોય તો બહેનો તાત્કાલીક નામ નોંધાવી લ્યે

રાજકોટ, તા. ૮ : કુકીંગ કિડોઝ દ્વારા બે-બે સીઝનનો ભવ્ય સફળતા બાદ કુકીંગ કિડોઝ લઈને આવી રહ્યુ છે સિઝન-૩. જેમાં કલર્સ ગુજરાતી - રસોઈ શોના કુકીંગ એકસપર્ટ - જેનીશ પરમાર દ્વારા મેકસીકન કયુઝીન સિઝલર્સ બનાવવા અંગેની રીત શખવાડાશે.

શહેરની ગૃહિણીઓ રસોઈ વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી અવનવી વાનગીઓ બનાવી પોતાના પરીવારજનોને આંતરરાષ્ટ્રીય સ્વાદ ચખાડી શકે તે હેતુ સાથે કુકીંગ કીડોઝ દ્વારા એપ્રિલ ૫ અને ૬ એમ બે દિવસીય કુકીંગ વર્કશોપ યોજાય રહ્યો છે. જેમાં કલર્સ ગુજરાતી રસોઈ શોના કયુઝન અને સિઝલર્સ બનાવવાની રીત વિશે માર્ગદર્શન પૂરૂ પાડનાર છે.

આ અંગે કુકીંગ કિડોઝના નિકીતા સચદે, અંકિતા ઠક્કર, શ્વેતા દક્ષિણી જાગૃતિ દક્ષિણીએ જણાવ્યુ કે મહિલાઓએ પોત પોતાના ઘરમાં રસોઈની મહારાણી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યુ જ હોય છે. પરંતુ સ્થાનિક વાનગીથી આગળ આંતરરાષ્ટ્રીય સ્તરે કુકીંગ કિડોઝના માધ્યમથી બાય ધ વુમન, ફોર ધ વૂમન માટે હેમુ ગઢવી મીની થિયેટર હોલ - ટાગોર રોડ ખાતે તા.૫ અને ૬ એપ્રિલ એમ બે દિવસીય રસોઈ વર્કશોપની સવારી ૧૦ થી ૧ અને બપોરે ૩:૩૦ થી ૬ એવી બે બેચ રાખવામાં આવેલ છે. જેમાં બહેનોએ કોઈપણ એક બેચનો સમય પસંદ કરી બે દિવસ આવવાનું રહેશે.

કલર્સ ગુજરાતી રસોઈ શોના કુકીંગ એકસપર્ટ જેનીષ પરમાર દ્વારા પ્રથમ દિવસે મેકસીકન કયુઝીનમાં બેઝિકસથી લઈને રેસ્ટોરન્ટ સ્ટાઈલ હાઈર લેવલ મેકસીકન શીખડાવવામાં આવશે. જેનું મેનુ આ મુજબ છે. ટોર્ટીલા મેકીંગ, નાચોઝ એન્ડ ગ્રીન સાલસા, સોર ક્રીમ, ચીપોતલે બાઉલ, ટાકોઝ વીથી ગુઆકામોલી, ચીલી રેલેનોઝ, હોટ સોસ, મેકસીકન રાઈઝ, ફીકી આઈસ્ક્રીમ બાસ્કેટ વગેરે.

આ ઉપરાંત બીજા દિવસે હિસ્ટ્રી એન્ડ બેઝિકસ ઓફ સિઝલર્સ ઓરીએન્ટ સિઝલર્સ, લેબનીઝ સીઝલર્સ, મુગલાઈ સીઝલર્સ શીખડાવાશે.

જેમાં એક સિઝલરમાં ત્રણથી ચાર રેસીપી શીખડાવવામાં આવશે.

કુકીંગ કીડોઝના સહયોગી તરીકે તરલ, ધ ટેસ્ટ ઓફ સોયા, વિકાસ સ્ટવ, કુકવેરા, તલોદ ઈન્સ્ટન્ટ મીકસ, એથનીક પ્રીર્ઝવસ, વિશ્વાસ ઓઈલ તેમજ કીચન સહયોગી તરીકે એકયુરેટ મોડ્યુલર કિચન રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા નીકીતા સચદે, અંકિતા ઠક્કર (જોબનપુત્રા), શ્વેતા દક્ષિણી (કોટક) સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહિતી માટે ૬૩૫૨૪ - ૫૮૯૬૬, ૯૧૩૭૪ ૨૦૩૫૧, ૯૬૬૪૮ ૯૩૯૦૪ ઉપર સંપર્ક કરવો.

૧૫ માર્ચ સુધી નામ નોંધાવનાર બહેનો માટે રજીસ્ટ્રેશન ફ્રી રૂ.૬૦૦ રખાયેલ છે. ભાગ લેનાર તમામ બહેનોને રેસીપીની બુક અપાશે સાથે સાથે લક્કી ડ્રોનું આયોજન કરી વિજેતા મહિલાઓને પ્રોત્સાહક ઈનામો પણ અપાશે અને વાઉચર આપવામાં આવશે.

(4:42 pm IST)
  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST