News of Thursday, 8th March 2018

કાર્બન ઉત્સર્જનના પ્રમાણમાં ઘટાડો કરવા રાજકોટનો પ્રયાસઃ કેનેડામાં પ્રશંસા

કેનેડા દેશના એડમેન્ટોન શહેરમા યોજાયેલ કલાઈમેટ ચેન્જ અંગેની ગ્લોબલ મેયર્સ સમિટમાં ભારત દેશમાંથી માત્ર રાજકોટ શહેરના મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત છે. જેમાં આજે કલાઈમેન્ટ ચેંજ અંગેની ગ્લોબલ મેયર્સ સમિટમાં ગૃપ ચર્ચામાં ભાગ લેતા મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ રાજકોટ શહેરમાં કલાઈમેટ ચેન્જ વિષયમાં લેવામાં આવેલ વિવિધ પગલાઓ વિશે માહિતી રજુ કરી હતી. મેયરશ્રીએ વધુમાં જણાવેલ કે, કાર્બન ઉત્સર્જનના પ્રમાણમાં ઘટાડો કરવાના રાજકોટના પ્રયાસોની આ વૈશ્વિક મંચ પર પ્રસંશા કરવામાં આવી હતી. આ સમાપન પ્રસંગે ૨૦૦૦ જેટલા ડેલિગેશન ઉપસ્થિત રહેલ હતા. તેમણે વિશેષમાં ઉમેર્યું કે, રાજકોટ સનેૅં૨૦૦૮ થી 'ઇકલી' જેવા ગ્લોબલ નેટવર્ક સાથે સંકળાયેલું છે અને તેના પરિણામે રાજકોટને ટેકનીકલ સહાયતા મળતા સ્થાનિક સ્વરાજયની સંસ્થા રાજકોટ મહાનગરપાલિકાની ક્ષમતામાં વૃદ્ઘિ થઈ છે. 'ઇકલી'ના સાથ સહકારથી રાજકોટ મહાનગરપાલિકાને વિશ્વના અન્ય શહેરોના વિકાસ કાર્યો તેમજ રીસર્ચના અનુભવનો લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે. ઉપરાંત સીટી એડમિનિસ્ટ્રેશનના ક્ષમતા વર્ધન, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને એનર્જી એફીશીયન્સીની દિશામાં વધુ અસરકારક કાર્ય કરવા માટે મહાનગરપાલિકાને પ્રોત્સાહન પ્રાપ્ત થઇ રહેલ છે.  રાજકોટ શહેર, ભારતમાં ગ્રીન હાઉસ ગેસ ઈન્વેન્ટરી બનાવી તેને કાર્બન પ્લેટફોર્મ પર રજીસ્ટર કરનારા ૨૪ શહેરો પૈકી એક છે. વધુમાં મેયરશ્રીએ જણાવ્યું હતું કે, વિવિધ નેશનલ સ્કીમ અને ઇન્ટરનેશનલ પ્રોજેકટ હેઠળ રાજકોટ શહેર કલાઈમેટ ચેન્જની દિશામાં કામ કરી રહ્યું હોઈ તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અધિક મહત્વ પ્રાપ્ત થઈ રહ્યું છે.

(4:39 pm IST)
  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST

  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST