Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

મહિલા દિન નિમિતે 'નન્હી પરીઓ'ના આગમનના વધામણા : મમતા કીટ વિતરણ

રાજકોટ : રાજય સરકાર દ્વારા મહિલા દિન નિમિતે આજે જન્મનાર તમામ દિરીઓને પ ગ્રામ ચાંદિનો સીકકો અને મમતા કીટ અર્પણ કરી નન્હી પરીનું બિરૂદ આપી વધામણા કરવાનો કાર્યક્રમ અપાયો હતો. તે અંતર્ગત રાજકોટની ગુંદાવાડી અને જનના હોસ્પિટલ ખાતે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણીના હસ્તે નવજાત બાળાઓને આ કીટ અર્પણ કરાઇ હતી. આ સમયે પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, ડે. મેયર દર્શીતાબેન શાહ, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષ રાડીયા, કોર્પોરેટર અંજનાબેન મોરઝરીયા, હોસ્પિટલ કાઉન્સેલર જયંત ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:19 pm IST)