News of Thursday, 8th March 2018

પોલીસ અધિકારીની ફરજમાં રૂકાવટ કરવા અંગેના કેસમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા.૮ ''પોલીસ અધીકારીને ફરજમા રૂકાવટ કરવાના કેસમા પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો કોર્ટે'' ફરમાવેલ છે.

આ બનાવની ટૂંક વિગત એવી છે કે આ કામના ફરીયાદી પો.કો. (એ.ડી.પોલીસ સ્ટેશન-રાજકોટ) જગદીશભાઇ કાંતીલાલ પાંડવએ એવી ફરીયાદ નોંધાવેલ હતી કે તા.૩૧/૭/૧૪ના રોજ ફરીયાદી એ.ડી.પોલીસ સ્ટેશનના વીસ્તારમાં પેટ્રીલીંગમાં હોય ત્યારે એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળના ભાગે વનવે મોરીસ રેસ્ટોરન્ટ પાસે રોડ ઉપર પહોચતા ત્યા આરોપી નં.૧ વીજય મનુભાઇ વાળા તથા આરોપી નં.૨ અનિરૂધ્ધ ભીમભાઇ ધાંધલ રહે.મું. અડતાલા તા.લાઠી, જી. અમરેલી વાળાએ પોતાની ફોરવીલ કાર રોડ વચ્ચે ટ્રાફીકને નડતરરૂપ ભયજનક રીતે પાર્ક કરેલ હોય તે બાબતે પોલીસ અધીકારીએ તેમને પોતાની કાર સાઇડમાં લઇ લેવા બાબતે કહેલ હોય પરંતુ આ કામના આરોપીઓએ ઉશ્કેરાયને ઝગડો કરી ફરજમા રૂકાવટ કરી ગુન્હો કરેલ હોય તેથી સદર બને આરોપી વીરૂધ્ધ એ.ડી.પોલીસ સ્ટેસનમાં ઇ.પી.કો.કમલ ૧૮૬,૧૧૪ વીગેરે મુજબની ફરીયાદ નોંધાયેલ હતી.

ત્યારબાદ ફરીયાદ સંબંધે તપાસનીસ પોલીસ અધીકારીએ તપાસ પૂર્ણ કરી કોર્ટ સમક્ષ ચાર્જશીટ ફાઇલ કરેલ. આરોપી તરફે રોકાયેલ એડવોકેટએ દલીલમા જણાવેલ કે આરોપીઓ તદન નીર્દોષ છે, તેમને ખોટી રીતે ગુન્હાના કામે સંડોવી દેવામાં આવેલ હોય જેવી વીગેરે દલીલ કરવામાં આવેલ તેમજ વીવીધ વડી અદાલતોના ચુકાદા ટાંકવામાં આવેલ હતા. આમ આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટની દલીલો ગ્રાહય રાખી આરોપીઓને સદર ગુન્હા,કેસમા નામદાર એડી.ચીફ. કોર્ટએ નીર્દોષ છોડવાનો હુકમ કરેલ હતો.

આ કામના બંને આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, વંદના એચ. રાજયગુરૂ, ભાર્ગવ પંડયા, કેતન જે.સાવલીયા તેમજ અમીત વી.ગડારા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા વીગેરે રોકાયા હતા.

(4:14 pm IST)
  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST