News of Thursday, 8th March 2018

ગીરના સિંહોને મધ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાના હુકમની અવગણના અંગે થયેલ કન્ટેમની અરજીને સુપ્રિમે રદ કરી

રાજકોટના ટ્રસ્ટની મુળ પીટીશનની સુનાવણી દોઢ માસ બાદ થશેઃ છ અઠવાડીયામાં વિશેષ પુરાવો રજૂ કરવા આદેશઃ સુપ્રિમ સમક્ષ તુષાર ગોકાણી દ્વારા રજૂઆત

રાજકોટ તા. ૮ :.. ગીરના સિંહોને મધ્ય પ્રદેશ લઇ જવા સામે રાજકોટના ટ્રસ્ટ દ્વારા સુપ્રિમ કોર્ટમાં થયેલ પીટીશન સંદર્ભે મધ્ય પ્રદેશના વનપ્રેમી અજય દુબેએ કરેલ કન્ટેમની અરજીને આજે સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ગીરના સિંહોને મધ્ય પ્રદેશના કુર્ના જંગલમાં ખસેડવા સામે રાજકોટના વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા સુપ્રિમ કોર્ટમાં પી. આઇ. એલ. દાખલ કરવામાં આવી હતી.

આ પીટીશનમાં સુપ્રિમ કોર્ટે ગીરના સિંહોને સ્થળાંતર કરવા હુકમ કરેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા યેનકેન પ્રકારે હુકમનો અમલ થતો ન હોય મધ્ય પ્રદેશના વન પ્રેમી અરજદાર અજય દુબેએ ગુજરાત સરકાર વિગેરે વિરૂધ્ધ 'કન્ટેમ ઓફ કોર્ટ' ની અરજી કરી હતી.

કન્ટેમની આ અરજી સામે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ વતી રાજકોટના યુવા એડવોકેટ તુષાર ગોકાણીએ તેઓને કન્ટેમની અરજીમાં પત્રકાર તરીકે જોડવા અરજી કરી હતી.

આ અરજીમાં આ મુદ્ે કોઇપણ ઉતાવળ કરવાના બદલે ધ્યાનપુર્વક પરિસ્થિતી જોવી પડે તેમ હોય. અને સિંહોને સ્થળાંતર કરવામાં જોખમ હોય. તમામ હકિકતોને ધ્યાને લેવા અરજ કરી હતી.

ઉપરોકત રજૂઆત બાદ સુપ્રિમ કોર્ટે છ હપ્તાની મુદ્ત બાદ પીટીશનની સુનાવણી મુલત્વી રાખવા આદેશ કર્યો હતા.

આ દરમ્યાન હવે પછી શુ શુ કાર્યવાહી થઇ. મીટીંગોમાં શું નિર્ણય થયો તે અંગેની તમામ હકિકતો સાથેનો વિશેષ પુરાવો રજૂ કરવા પણ જણાવાયું છે.

આ મેટર હાલમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીશ મદન લોકુર, કુરીયન જોસેફ, દિપક ગુપ્તાની ડીવીઝન બેંચ સમક્ષ ચાલી રહેલ છે.

આ કેસમાં વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ વતી એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ, તુષાર ગોકાણી, રીયન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, પ્રદીપ વઘાસીયા રોકાયા હતાં.

(4:12 pm IST)
  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST