News of Thursday, 8th March 2018

આજે મહિલા દિને જન્મ લેનાર દિકરીઓને સોનાનો દાણો આપતા કોર્પોરેટર વિજય વાંક

રાજકોટઃ ૮ મી માર્ચે આજે ંઆંતર રાષ્ટ્રીય મહિલા દિવસ છે. આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રે આગવી  સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતીય વાયુસેના કોસ્ટગાર્ડ, રમત ગમત અને અન્ય ક્ષેત્રે  મહિલાઓનું યોગદાન રહ્યું છે. ત્યારે કોર્પોરેટર વિજયભાઇ વાંક દ્વારા હંમેશા દિકરીઓને પ્રોત્સાહન માટેના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં મવડી ખાતે પર૯ દિકરીઓને સમુહ લગ્નોત્સવમાં કન્યાદાન કર્યુ છે અને કરીયાવર આપેલ છે. અને હવે કાલે તા. ૮ મી માર્ચ રોજ રાજકોટ શહેરમાં જન્મ લેનાર 'નન્હી પરી' દરેક દિકરીઓને સોનાની ચુક (દાણો) આપવામાં આવી છે. આ અંગે વાલીઓએ તા. ર૩ માર્ચ ર૦૧૮ સુધીમાં કોંગ્રેસ કાર્યાલય ૧પ૦ ફુટ રીંગ રોડ જનસંપર્ક કોંગ્રેસ કાર્યાલય, ઉમીયા ચોક, રાધે હોટેલ સામે રાજકોટ ખાતે સંપર્ક ર૩-૩ સુધીમાં પુરાવા સાથે આધાર રજૂ કરવો જરૂર જણાવે વિજયભાઇ વાંક મો. ૯૮ર૪પ ૮૦૯૮૦ અને ૮૭૮૦૭ ૧૮૬૮ર પર સંપર્ક કરવા જણાવાયુ છે. ઉપરોકત તસ્વીરમાં વિજય વાંક દ્વારા આજે બપોરે ૧૧ વાગ્યે જનાના હોસ્પિટલ ખાતે 'નન્હી પરી' દરેક દિકરીઓને સોનાની ચુક (દાણો) આપવામાં આવ્યો હતો. તે સામયે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા, ધનશયામસિંહ જાડેજા, સંજય અજુડિયા, પ્રભાતભાઇ ડાંગર સહિતનાં આગેવાનો નજરે પડે છે.(તસ્વીર-અશોક બગથરીયા)

(4:10 pm IST)
  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST

  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST