Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

પ્રધ્‍યુમન પાર્કમાં પક્ષીઘર આજથી બંધ

બર્ડ ફલુ (એવીયન ઇન્‍ફલુએન્‍ઝા) સામેના અટકાયતી પગલાં રૂપે

રાજકોટ, તા. ૯ : તાજેતરમાં રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશ જેવા પડોશી રાજયોમાં પક્ષીઓમાં બર્ડ ફલુ (એવીયન ઇન્‍ફલુએન્‍જા) નો રોગ જોવા મળેલ છે આ રોગ પક્ષીઓમાં ઝડપથી ફેલાય છે. પક્ષીઓમાંથી માનવમાં પણ ફેલાય છે. જે ધ્‍યાને લેતા રાજય સરકારશ્રીની અગ્ર મુખ્‍ય વન સંરક્ષકશ્રીની કચેરી તરફથી મળેલી સુચના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા. ૦૯ મી જાન્‍યુ. થી પ્રધ્‍યુમન પાર્ક પણ પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર બંધ કરવાનો નિર્ણય કરેલ છે. તેમ મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:36 pm IST)