Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ઓપન રાજકોટ ફુટબોલ ટુર્ના.નો પ્રારંભ : ૧૨ ટીમો મેદાનમાં

રાજકોટ : એ.જી.ઓફીસ ફુટબોલ પ્લેયર્સને તથા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસોસીએશનના સહયોગથી સ્વ.દિેનશભાઇ ગોસાઇ તથા સ્વ.પીટર જેકની યાદમાં ઓપન રાજકોટ સીનીયર ભાઇઓની ફુટબોલ ટુર્નામેન્ટનો ફુટબોલ ગ્રાઉન્ડ રેસકોર્ષ ખાતે પ્રારંભ થયો છે. જેમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધેલ છે. ટુનામેન્ટ ઉદઘાટન બન્ને ખેલાડીઓના કુટુંબીજનો અને મહાનગર પાલિકાના મેયર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. આ પ્રસંગે એ.જી.ઓફીસના ઓફિસરો સર્વશ્રી યશવંતકુમાર પી.એ.જી. સજી થોમસ સી.ડી.એ.જી. સંદીપ પાનદુલે, ડી.એ.જી સુનીલભાઇ પારેખ, વેલ્ફર ઓફિસર, મેયર પ્રદીપભાઇ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુસ્કરભાઇ પટેલ દ્વારા ગુજરાતના આર.ડી.એફના વાઇસ પ્રેસિડેન્ટ ગુણવંતભાઇ ડેલાવાળા અને. શ્રી ડી.વી.મહેતા, શ્રી મુકેશભાઇ બુંદેલા ઉપસ્થિત રહેલા હતા. આ ટુનામેન્ટમાં રાજકોટની નામાંકિત એ.જી. ઓફીસ વાય.સી.સી, એસ.જી., સાગરમાતા, આર.ડી.એસ.એ., લાઇનબોય, વેટરન સ્ટાર વગેરે જેવી ટીમો ભાગ લઇ રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફુટબોલ એસોસીએશનના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા રોહિતભાઇ બુંદેલા, ડી.વી.મહેતા, મુકેશભાઇ બુંદેલા, મુનાભાઇ બોરાશી, રાજેશભાઇ ચૌહાણ, ટેરેશભાઇ ફર્નાન્ડીશ, શ્રેયસભાઇ ઠાકર, જયેશભાઇ કનોજીયા, અજયભાઇ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે. 

(3:47 pm IST)