Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

''કલર્સ ઓફ ગુજરાત'' દ્વારા નિષ્પક્ષ માધ્યમ પુરૂ પાડવા મોબાઇલ એપ લોન્ચ કરાઇ

રાજકોટ, તા., ૮: આપણો દેશ લોકશાહી પ્રજાતંત્રના પાયા પર બન્યો છે. ત્યારે સૌના મનની વાત પણ બહાર આવવી ખાસ જરૂરી છે. ત્યારે પોલીટીકલ ગ્રુપ સાથે જોડાયેલ ન હોય તેવુ પ્લેટફોર્મ પુરૂ પાડવા કલર્સ ઓફ ગુજરાતે પહેલ કરી છે. કલર્સ ઓફ ગુજરાત એક મોબાઇલ એપના રૂપમાં ગુજરાતની સૌ પ્રમ નિષ્પક્ષ પોલીટીકલ રેટીંગ સીસ્ટમ લાવ્યું છે.

કલર્સ ઓફ ગુજરાતના ફાઉન્ડર સંકેત ફળદુ અને તેમની ટીમ અમીત વાઘેલા તથા નંદીશ પટેલ દ્વારા બનાવાયેલી આ મોબાઇલ એપનો ધ્યેય માત્ર રાજકરણમાંથી નેગેટીવીટી કાઢીને પોઝીટીવીટી લઇ આવવાનો છે. લોકો પોઝીટીવીલી આ એપમાં જોડાઇને પોતાના પ્રશ્નો અને અભિપ્રાય રજુ કરી શકે તે પ્રશ્નો તથા અભિપ્રાયો સરકારને પહોંચાડવા પ્રયાસ કરવામાં આવશે.

કલર્સ ઓફ ગુજરાત મોબાઇલ એપમાં સરકાર દ્વારા કરવામં આવેલી છેલ્લા પાંચ વર્ષની કામગીરી જિલ્લા વાઇઝ આવરી લેવામાં આવી છે. જેમ કે સરકાર દ્વારા દરેક વિકાસ કાર્યોની સંપૂર્ણ માહિતી, કોવિડ કાળ દરમ્યાન સરકારની આરોગ્યલક્ષી કામગીરી, શિક્ષણ વ્યવસ્થા, પાણી વ્યવસ્થા, રોજગારી વિષે, મહિલા સુરક્ષા જેવી અનેક બાબતોમાં  સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી આપવામાં આવી છે. જે કામગીરી જાણીને તમે રેટીંગ તથા તમારો અભિપ્રાય આપી શકો છો. ગુજરાતના દરેક ધારાસભ્યોની માહિતી આપવામાં આવી છે. તેમને પણ રેટીંગ આપી શકો છો તથા દરેક જિલ્લાના પ્રશ્નો દ્વારા સરકારની કામગીરીનો સર્વે પણ કરવામાં આવશે. પોઇન્ટના આધારે ગીફટ પણ જીતી શકાશે.

કોવિડ વેકસીનેશનમાં જાગૃતિ લાવવા માટે પણ આ એપ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઇપણ પોતાના વેકસીનના ડોઝ ૧ કે ર નું સર્ટીફીકેટ અપલોડ કરીને સમયાંતરે થતા ડેમાં ભાગ લઇ લકી વિનર્સ પણ ઇનામ જીતી શકે છે. જેમાં સમયાંતરે ડ્રો કરવામાં આવશે અને લકી વિનર્સને ખાસ ઇનામો આપવામાં આવેશ.

આ એપ ડાઉનલોડ કરતા એક સ્યોર ગીફટ મળે જ છે. તથા બીજી ઘણી બધી કોન્ટેસ્ટમાં ભાગ લઇને ઇનામો પણ જીતી શકાય છે.

તમામ એન્ડ્રોઇડ મોબાઇલમાં પ્લે સ્ટોર પર જઇને 'કલર્સ ઓફ ગુજરાત' સર્ચ કરીને આ એપ ડાઉનલોડ કરી શકાય છે.

વધુ માહિતી માટે મો. ૯૭ર૭૩ ૯૭૭૭૩ ઉપર સંપર્ક કરી શકાય છે તેમ સંકેત ફળદુ-૯૮રપ૩૧પ૭૦૦, અમિત વાઘેલા-૯૯૭૮૯ ૯૪પપ૬, નંદિશ પટેલ-૯૯૯૮૯ પ૮૪૯ર એ જણાવેલ છે. 

(3:47 pm IST)