Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

મીલપરા કા મહારાજા સાર્વજનિક ગણેશ મહોત્સવઃ ફંડ ફાળા વગર આયોજન

મહેમાનોના હસ્તે મહાઆરતીઃ પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજનઃ સરકારી નિયમોનું પાલન કરવાનું રહેશે

રાજકોટઃ શ્રી પ્રગટ ચેરીટબલ ટ્રસ્ટ દ્વારા કોઈપણ જાતના ફંડ કે ફાળા કે કોઈપણ જાતની જાહેરાતો વગર તા.૧૦ થી ૧૯ સુધી મીલપરા મેઈન રોડ, લક્ષ્મીવાડી ૯/અ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર ખાતે મીલપરા કા મહારાજા સાર્વજનીક ગણેશ  મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

આ ગણપતિ મહોત્સવમાં દરરોજ સવારે ૭ કલાકે પુજા તથા દરરોજ રાત્રે ૮:૩૦ કલાકે આગેવાનોના હસ્તે મહાઆરતી કરવામાં આવશે. હાલ રાજકોટ શહેરમાં કોરોના મહામારીના કારણે સોશ્યલ ડીસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. મહાઆરતીમાં સામેલ થનાર દરેક વ્યકિતને સેનીટાઈઝર કરવામાં આવશે તથા દરેક વ્યકિત માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને માસ્ક ન પહેરેલ વ્યકિતને મહાઆરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહી. તેમ યાદીમાં જણાવાયું છે.

આ સેવા કાર્યમાં સંસ્થાના પૂજાબેન ભટ્ટ, જયાબેન વાઘેલા, કશ્યપભાઈ ભટ્ટ, દેવાંગભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ ડોડીયા, કિશનભાઈ સુચક, પંકજભાઈ વ્યાસ, બકુલભાઈ સરવૈયા, જીવરાજભાઈ સોલંકી, પંકજભાઈ ભટ્ટ, ચિંતન  રાચ્છ, ધર્મેશભાઈ રાઠોડ, કશ્યપભાઈ ભટ્ટ, સવજીબાપા તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ એસ. ભટ્ટ મો.૯૯૨૫૦ ૧૭૮૮૮નો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.

(3:05 pm IST)