Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

૧૨મી સુધી રાજયમાં સાર્વત્રિક વરસાદ જારી રહેશેઃ દરિયાકાંઠાના એકાદ સ્થળોએ ભારે ખાબકશેઃ હવામાન ખાતુ

રાજકોટમાં મેઘરાજા મનમૂકીને ફરી કયારે વરસશે ?

રાજકોટઃ હવામાન ખાતાએ જણાવ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર લો-પ્રેસર છવાયુ છે. ઉપરાંત બેક ટુ બેક સિસ્ટમ્સ બની રહી છે. જેની અસરથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ૧૨ સપ્ટેમ્બર સુધી સાર્વત્રીક વરસાદનો રાઉન્ડ જારી રહેશે. મોનસુન ટ્રફ પણ નોર્મલ પોઝીશનથી દક્ષિણે છે મોનસુન એકટીવ છે. ખાસ કરીને દરિયકાંઠાના એકાદ બે સ્થળોએ ભારે વરસાદની શકયતા છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજે સવારે વાદળોના ગંજારવ વચ્ચે ઝરમર વરસી ગયો હતોે બપોરના એકાદ વાગ્યાની આસપાસ પણ જોરદાર ઝાપટુ વરસી ગયુ હતુ. આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગે ધાબડીયું વાતાવરણ જોવા મળે છે.

(3:53 pm IST)