Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોરોના મહામારીમાં સ્વાસ્થ સુરક્ષીત રહેઃ વન મહોત્સવ અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા વૃક્ષારોપણ કરાયું

રાજકોટઃ હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઇ છે વિશ્વમાં વધતી જતી વસ્તીના કારણે પ્રકૃતિને પણ દિનપ્રતિદિન ઘણું નુકશાન થતું જાય છે જેથી ગ્લોબલ વોર્મીંગની પરિસ્થિતિ નિર્માણ પામી  છે. અને જયારે જયારે પ્રકૃતિને નુકશાન થતું હોય છે ત્યારે ત્યારે અલગ અલગ રોગચાળો ફેલાય છે જે હાલનો કોરોના વાયરસની મહામારી આપણે અનુભવીએ છીએ જેથી આવનારી પેઢી જે સ્વસ્થ અને સુરક્ષીત રહે તે માટે આપણે આજથી જ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી અને પ્રકૃતિનું જતન કરવું ખુબજ જરૂરી છે જેથી કરી એક વ્યકિત એક વૃક્ષનો હેતુ સિધ્ધ કરવા લોકોએ જાગૃત થઇ અને પોતે એક વૃક્ષનું વાવેતર કરી પોતાની નૈતિક ફરજ સમજી જતન કરવું જોઇએ જેથી કરી વૃક્ષોની સંખ્યા વધતા પર્યાવરણમાં ઘણો સુધારો થશે અને ભવિષ્યમાં તેનો ફાયદો આવનારી પેઢી આપના બાળકોને કોઇના કોઇ રીતે થશેજ. આજે હાલના ગ્લોબલ વોર્મીંગ સમયમાં પર્યાવરણની જાળવણી થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજે રાજકોટ શહેર પોલીસ હેડ કવાટર્સ ખાતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સંયુકત પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા વિગેરે અધિકારઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ સમાજમાં જાગૃતી ફેલાવવા માટે લોકશાહીત્યકાર કિર્તીદાન ગઢવી, સાયરામભાઇ દવે, અગ્રણી ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવભાઇ શાહ, ક્રિકેટર કમલેશભાઇ મકવાણા, પ્રેરકભાઇ માંકડની ઉપસ્થિતિમાં વનમહોત્સવ-ર૦ર૦ ની ઉજવણી કરવામાં આવી હતી તેમજ રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન ખાતે પણ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોલીસ ચોકી ખાતે વૃક્ષારોપણ કરી વનમહોત્સવ-ર૦ર૦ની ઉજવણી કરવામાં આવી હતી તેમજ પોલીસ કમિશ્નરશ્રી કચેરી ખાતે પણ વર્ટીકલ ગાર્ડન બનાવવામાં આવેલ છે તેમજ વૃક્ષા રોપણ કરી તે વૃક્ષનું જતન થાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ સાથો સાથ રાજકોટ શહેર પોલીલસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જનતાને પણ પોતાના રહેણાંક વિસ્તારની આજુબાજુમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા અપીલ કરવામાં આવી હતી.

(4:00 pm IST)